Home »Saurashtra »Latest News »Rajkot City» મોદીએ બેટિંગ કર્યું, નિરંજન શાહે કરી બોલીંગ

મોદીએ બેટિંગ કર્યું, નિરંજન શાહે કરી બોલીંગ

Manish Trivedi | Jan 06, 2013, 15:23 PM IST

- વિશાળ સ્ટેડિયમનો મલ્ટિપર્પઝ  ઉપયોગ જરૂરી : મોદી
- ગુજરાત નવી સ્પોર્ટ્સ પોલિસી લઇને આવશે, સમગ્ર દેશના ખેલ જગતમાં નવું ઉદાહરણ રજૂ કરશે
- રાજકોટમાં નવનિર્મિત ક્રિકેટ સ્ટેડિયમ મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મુકાયું


વિશાળ સ્ટેડિયમનો મલ્ટિપર્પઝ ઉપયોગ જરૂરી છે જેમાં કોઇ એક જ રમત રમાય તેના સ્થાને અન્ય રમતો માટ઼ે પણ તેનો ઉપયોગ જરૂરી  છે અને આ દિશામાં ગુજરાત પહેલ કરશે તેમ રાજકોટમાં નવનિર્મિત ક્રિકેટ સ્ટેડિયમના ઉદ્ઘાટન વેળાએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્ટેડિયમ આજે મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લું મુકાયું આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ક્રિકેટ લોકપ્રિય રમત છે પરંતુ, તેની સાથોસાથ અન્ય રમતોને પણ પ્રોત્સાહન મળવું જરૂરી છે. ગુજરાતની નવી સ્પોર્ટ્સ નીતિ અંતર્ગત ખેલાડી પોતાની રમત પર જ ધ્યાન કેન્દ્રીત કરી શકે તે માટે જરૂરી ક્ષમતા કેળવે તેના પર ભાર મુકાશે. રમતો આધારિત અનેક વ્યવસાયિક કૌશલ્યને વિકસાવવા સ્પોટર્સ યુનિવર્સિટીની જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું.

રનભૂમિ પર મુખ્યમંત્રી બોલ્ડ

નવનિર્મિ‌ત ક્રિકેટ સ્ટેડિયમની પીચ બેટધરો માટે સ્વર્ગ ગણાય છે. આ પીચ પર જોકે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ક્લિનબોલ્ડ થઇ ગયા હતા. મુખ્યમંત્રીના હસ્તે સ્ટેડિયમ ખુલ્લું મૂકવાના ભાગરૂપે આજે મોદી સામે નિરંજન શાહે બોલિંગ કરી હતી. જેમાં પહેલા જ દડે મોદી ક્લિન બોલ્ડ થઇ ગયા હતા. મુખ્યમંત્રીએ જોકે પોતાની આગવી શૈલીમાં સ્મિત રેલાવી બાજી સંભાળી લીધી હતી.

તસવીર: પ્રકાશ રાવરાણી

મોદીની બેટિંગની વધુ તસવીરો નિહાળવા ફોટો બદલો...

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: મોદીએ બેટિંગ કર્યું, નિરંજન શાહે કરી બોલીંગ
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext