Home »Saurashtra »Latest News »Rajkot City» 100 Percentage RCC Road In Ghuntu Village Of Morbi

ગુજરાતના આ ગામમાં કોઇ પણ ગલીમાં જાઓ, દેખાશે સિમેન્ટના પાકા રોડ

Rohan Rankaja, Morbi | May 11, 2017, 08:44 AM IST

  • મોરબીના ઘુંટુ ગામમાં છે 100 ટકા પાકા રસ્તા
મોરબી:મોરબી નજીક આવેલું ઘૂટું ગામ ભલે સાંસદ દ્વારા દત્તક લેવામાં આવ્યું ન હોય પરંતુ ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી આ ગામને આદર્શ ગામ ચોક્કસ કહી શકાય કારણ કે આખા ગામમાં આરસીસીના પાકા રસ્તાઓ છે. શહેરને પણ ટક્કર મારે તેવા આખા ગામમાં પાકા રસ્તાઓ છે.  
 
ગામ આદર્શ ગામની વ્યાખ્યામાં ફીટ બેસે તેવું બની ગયું
 
ઘૂટું ગામની વસ્તી 12000 આસપાસ છે અને સમયાન્તરે વિકાસ પામેલા આ ગામ આસપાસ હાલ સિરામિકના પણ અનેક એકમો કાર્યરત થઈ ચૂક્યા છે. જેથી યુવાનોને રોજગારીની તકો તો મળવા લાગી જ છે તો ગામમાં પ્રાથમિક સુવિધાઓ આપવા માટે ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ સહિયારા પ્રયાસો કરતા ગામ આદર્શ ગામની વ્યાખ્યામાં ફીટ બેસે તેવું બની ગયું છે. 
 
ઘૂટું ગામમાં કુલ 35થી વધારે સિમેન્ટના પાકા રોડ છે
 
નવા અને જૂના ઘૂટું ગામમાં મળીને કુલ 35થી વધારે તો સિમેન્ટના પાકા રોડ છે એટલે કે ગામની દરેક ગલીઓમાં પાકા રસ્તા છે તો ગામને સ્ટેટ હાઈવે સાથે જોડતી બે પાકી ડામરની સડકો પણ બનાવવામાં આવી છે. ગામમાં ત્રણ પાણીની ટાંકીઓ ઉપરાંત પાણીનો સંપ પણ કાર્યરત હોવાથી અને ઘરે ઘરે નળ કનેક્શન હોવાથી મહિલાઓને પાણી માટે રઝળવું પડતું નથી.
 
આગળની સ્લાઇડમાં વાંચો, ઘૂટું ગામમાં ધોરણ 12 સુધી શિક્ષણની પણ વ્યવસ્થા છે. (તસવીરો: રવિ નિમાવત, મોરબી)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 100 percentage RCC road in ghuntu village of morbi
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended