Home »Saurashtra »Latest News »Rajkot City» Three Dalit Youth Drinking Poison Attempted Self Immolation In Dhoraji

ધોરાજી: બાબા સાહેબની પ્રતિમા પાસે 3 દલિતોનો ઝેર પીને આપઘાતનો પ્રયાસ

Bharat Bagda, Dhoraji | Apr 15, 2017, 12:00 PM IST

ધોરાજી:ધોરાજીમાં અગાઉ કરવામાં આવેલી પોલીસ સામેની ફરિયાદ મામલે પોલીસે આરોપી સામે કોઇ કાર્યવાહી નહી કરતા ત્રણ શખ્સોએ શુક્રવારે નીકળેલી રેલી દરમિયાન જ ડો. આંબેડકરની પ્રતિમા પાસે ઝેરી દવા પીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા સારવારમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્રણેયની તબીયત વધુ લથડતાં જૂનાગઢ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યા હતા.

વધુ સારવાર માટે ત્રણેયને જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયા

ધોરાજીમાં દલિતોએ કરેલી પોલીસ ફરિયાદ અંગે આરોપી સામે પોલીસે કોઇ કાર્યવાહી નહી કરવાના મામલે  પૂનીત રવજી, મીલન ચોધરી (રહે. ડૂમીયાણી), રાજેશ રવજી સોંદરવાએ ડો.આંબેડકરની પ્રતિમા પાસે જ રેલી દરમિયાન જ ઝેરી દવા પીને આત્મવિલોપનનો પ્રયાસ કરતા ત્રણેય શખ્સોને ધોરાજી હોસ્પિટલે ખસેડાયા બાદમાં વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયા હતા.

ફરિયાદમાં કોઇ કાર્યવાહી ન કરાતાં અંતિમ પગલું ભરી લીધું

આ અંગે પૂનીત રવજીની પત્ની કિરણબેને જણાવ્યું હતું કે અમારા પરીવારને ખોટી રીતે પોલીસ પરેશાન કરે છે. મારા પતિએ પોલીસ વિરૂધ્ધમા કરેલી ફરિયાદ મામલે કાર્યવાહી નહી કરાતા મારા પતિ સહિત બે યુવાનોએ ઝેર પીને આત્મવિલોપનનો પ્રયાસ કરી લીધો હતો.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, પોલીસને દબાવવાનો પ્રયાસ છે....  (તસવીરો: ભરત બગડા, ધોરાજી)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Three Dalit Youth Drinking Poison Attempted Self Immolation in Dhoraji
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended