Home »Saurashtra »Latest News »Rajkot City» Rajkot Public Have Wel Come The Rath Of Khodaldham

રાજકોટ: સાફા બાંધી યુવતીઓ રમી ગરબે, ખોડલ રથને આવી રીતે આવકાર્યો

Bhaskar News, Rajkot | Jan 10, 2017, 10:29 AM IST

  • ગરબા સાથે આવકાર
રાજકોટઃખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવા માટે રાજકોટના વેસ્ટઝોનમાં મા ખોડલનો રથ પરિભ્રમણ કરી રહ્યો છે.  રથને આવકારવા અહીં યુવતીઓ સાફા બાંધીને ગરબે રમી હતી. સોમવારે સવારે ન્યૂ માયાણી નગર રોડ, ખોડલધામ ટ્રસ્ટની મુખ્ય ઓફિસ સરદાર પટેલ ભવન ખાતેથી મહાઆરતી સાથે રથનું પરિભ્રમણ થયું હતું.  આ વિસ્તારમાં એકાદ કલાક સુધી બહેનોએ ગરબા લીધા હતા.
 
શહેરની એસ્ટ્રોન સોસાયટી સહિતના વિસ્તારોમાં ફર્યો ખોડલરથ 
 
એસ્ટ્રોન સોસાયટી, રાજ રેસીડેન્સી, માયાણીનગર, બેકબોન પાર્ક, સિલ્વર સ્ટોન, સરદારનગર સહિતની 30થી વધુ સોસાયટીમાં રથે પરિભ્રમણ કર્યું હતું. રથના દરેક રસ્તે સોસાયટીઓમાં રંગોળી સહિતના ભવ્ય શણગાર કરવામાં આવ્યા હતા. રાજ રેસીડેન્સીમાં બહેનોએ ટ્રેડિશનલ વસ્ત્રો પરિધાન કરી માતાજીના વધામણા કર્યા હતા.
આગળની સ્લાઈડ્સ, ખોડલ રથના આવકારમાં યુવતીઓ ગરબે રમી હતી અન્ય તસવીરો...  (તસવીરો : પ્રકાશ રાવરાણી, રાજકોટ)
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rajkot public have wel come the rath of khodaldham
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended