Home »Saurashtra »Latest News »Rajkot City» Rajkot Have New Air Port Ready For The Innogration

નવા એરપોર્ટને હવે માત્ર કેન્દ્રની મંજૂરીની પ્રતીક્ષા

Bhaskar News, Rajkot | Mar 15, 2017, 03:03 AM IST

 
રાજકોટઃરાજકોટ તાલુકાના હિરાસર ગામ નજીક નવા એરપોર્ટ બનાવવાની ગતિવિધિ વધુ તેજ બની છે. રાજ્યના મહેસૂલ સચિવ શ્રીનિવાસન અને એવિએશન સચિવ હૈદરે જિલ્લા વહીવટીતંત્રના પ્લાનને યોગ્ય ગણાવી એરપોર્ટ માટે સૂચવાયેલી દરખાસ્તને મંજૂરીની મહોર મારતા હવે કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ વહીવટી તંત્ર જોઇ રહ્યું છે. આ મુદ્દે બે હાઇલેવલ મિટિંગ પણ થઇ ગઇ હોય ટૂંક સમયમાં પોઝિટિવ સમાચાર મળે તેવી સંભાવના વ્યક્ત થઇ રહી છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.વિક્રાંત પાંડેએ જણાવ્યું હતું કે તાજેતરમાં રાજ્ય સરકારના મહેસૂલ સચિવ શ્રીનિવાસન અને એવિએશન સચિવ હૈદર રાજકોટ આવ્યા હતા અને રાજકોટની ભાગોળે હિરાસર નજીક નવા એરપોર્ટ માટે સૂચવાયેલી જમીનની મુલાકાત લીધી હતી.

બન્ને સચિવોએ કેટલી જમીન નવા એરપોર્ટ માટે ફાળવવાની છે તેમાં રાજકોટ જિલ્લાની કેટલી, સુરેન્દ્રનગર જિલ્લાની કેટલી, ખાનગી માલિકીની કેટલી, ફોરેસ્ટની કેટલી સહિતની વિગતો લીધી હતી અને ખાનગી તથા ફોરેસ્ટની જમીન એક્વાયર કરવા માટે હાથ ધરાયેલી કામગીરીનો રિપોર્ટ જોયા બાદ નવા એરપોર્ટ માટે 2500 એકર જગ્યા ફાળવવાના રાજકોટ જિલ્લા વહીવટીતંત્રના આયોજનને યોગ્ય ઠરાવ્યું હતું. બન્ને સચિવોએ વહીવટીતંત્રના નવા એરપોર્ટ માટેના પ્રોજેક્ટને મંજૂરી આપી કેન્દ્ર સરકારના એવિએશન વિભાગને ફાઇલ મંજૂરી માટે મોકલી પણ આપી છે.
આગળ જુઓ, વધુ તસવીરો
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rajkot have new air port ready for the innogration
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended