Home »Saurashtra »Latest News »Rajkot City» Marriage Two Engineer Boy Will Be Held Very Simply At Rajkot

રાજકોટ : આ ખેડૂતપૂત્રોના લગ્નમાં એવું શું થશે કે મોદીએ પણ પત્ર લખ્યો?

Bhaskar News, Rajkot | May 16, 2017, 08:32 AM IST

  • નરેન્દ્ર મોદીએ ભાવિન અને કિશનના લગ્નનું આમંત્રણ મળતાં પત્ર પાઠવ્યો હતો
રાજકોટ:. વર્તમાન યુગમાં ગામડું છોડી શહેરભણી યુવાધન દોટ મૂકી રહ્યું છે. ખેતી પ્રધાન દેશમાં  ખેતી તરફ યુવા વર્ગનો લગાવ ઓછો થતો જાય છે. આવા સંજોગોમાં જામકાના પૂર્વ સરપંચના બે ઈજનેર પુત્રો માટે ગામડે જ રહેવા અને ખેતી - ગૌપાલન કરવા ગ્રેજ્યુએટ થયેલી બે યુવતીઓ 22 મેએ પ્રભુતામાં પગલાં પાડશે. આ લગ્નોત્સવની ખાસિયત એ છે કે, એકદમ ગામઠી પ્રણાલી મુજબ લગ્ન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગ્નનું આમંત્રણ મળતાં પરિવારને શુભકામના માટે પત્ર પાઠવ્યો હતો
 
ભોજન સમારોહમાં પણ સજીવ ખેતીની ઉપજનો જ ઉપયોગ
 
આ પ્રસંગે જળક્રાંતિ ટ્રસ્ટ સાથે જોડાયેલા દેશભરના 1000થી વધુ ખેડૂતો-ગૌપાલકો અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે. સાથોસાથ લગ્ન સંપૂર્ણ વ્યસનમુક્ત રીતે ઉજવાશે. જમણવારમાં ભોજન સમારોહમાં પણ સજીવ ખેતીની ઉપજનો જ ઉપયોગ થશે. ઝાકમઝોળના યુગ વચ્ચે આ લગ્નોત્સવ વાસ્તવમાં સાત્વિક અને સ્વાલંબી બની રહેશે. 
જામકાના પૂર્વ સરપંચના છે પુત્રો
 
જામકામાં હાલમાં ગૌ પાલન અને સજીવ ખેતી તરફ વળેલા પૂર્વ સરપંચ પરસોતમભાઈ સીદપરાના ઈજનેર થયેલા પુત્ર ભાવિન અને કિશન શ્રધ્ધા અને વંદના નામની યુવતી સાથે 22 મેના રોજ પ્રભુતામાં પગલાં માંડશે. જળક્રાંતિ ટ્રસ્ટના મનસુખભાઈ સુવાગિયાની પ્રેરણાથી પરસોતમભાઈ સિદપરાના બન્ને ઈજનેર પુત્રના અનોખા લગ્નનું આયોજન થયું છે. આ તકે નોંધવું રહ્યું કે, બન્ને ઈજનેરને પસંદ કરનારી યુવતીઓએ પણ ખેતી અને ગૌ પાલન કાર્યને સહર્ષ સ્વીકારી ગામડાંમાં જ રહેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. આમ ગામડા તરફની પહેલ  સમાજને નવો રાહચિંધી રહ્યો છે.
 
સંસ્કૃતિના વારસાના રૂપે અપાશે ભેટ

લગ્નમાં નવદંપતીને આરોગ્ય અને દિવ્ય સંતાનના ધ્યેયથી જાતવાન ગાય અને સંસ્કાર વારસાના જતન રૂપે 11 શાસ્ત્રો, ચાર વેદ, રામાયણ, ગીતા, ગૌવેદનીતિશાસ્ત્રો, આરોગ્યશાસ્ત્ર અર્પણ થશે. પુરુષાર્થના પ્રતીક રૂપે હળ, વલોણું અને સંસ્કૃતિની રક્ષા કાજે તલવાર ભેટ અપાશે.
 
આગળની સ્લાઈડ્સ અન્ય તસવીરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Marriage two engineer boy will be held very Simply at Rajkot
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended