Home »Saurashtra »Latest News »Rajkot City» Annapurna Yojna To Be Begun At Seven Places In Rajkot

રાજકોટ: રૂ.10માં મળશે ભરપેટ ગુજરાતી થાળી, આ સાત સ્થળે ફાળવાઇ જગ્યા

Bhaskar News, Rakot | May 19, 2017, 14:52 PM IST

રાજકોટ:જન જનને અન્નના સૂત્ર સાથે રૂપાણી સરકારે રાજ્યમાં અન્નપૂર્ણા યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેના પ્રથમ તબક્કામાં જ રાજકોટનો સમાવેશ કરાયો છે. આ યોજના મૂળભૂત રીતે સરકારની છે અને તેનું સંચાલન કલેક્ટર તંત્ર દ્વારા થવાનું છે, પરંતુ સ્થળ પસંદગીથી માંડી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આનુસંગિક વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી મહાપાલિકાની છે.
 
 
શહેરમાં સાત સ્થળે અન્નપૂર્ણા યોજનાના કેન્દ્ર શરૂ કરવામાં આવશે અને સ્થળ પસંદગી અંગેની જાહેરાત મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ ગુરુવારે કરી હતી. જે રીતે તામિલનાડુમાં રૂ.10માં અમ્મા ઇડલી આપવામાં આવે છે તેમજ તાજેતરમાં જ યુ.પી.માં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સસ્તા દરે લોકોને જમાડવાની જાહેરાત કરેલી છે. ગુજરાતમાં વિજય રૂપાણી મુખ્યમંત્રીપદે આરૂઢ થયા બાદ તમામ વર્ગની સુખાકારી માટે જે એજન્ડા બનાવ્યો હતો તેમા અન્નપૂર્ણા યોજનાની પણ જાહેરાત કરી હતી.
 
10 રૂપિયામાં ભરપેટ ભોજનની યોજના
 
આ યોજનામાં લોકોને માત્ર રૂ.10માં જ ભરપેટ ગુજરાતી ભોજન જમાડવામાં આવશે. તેના માટે કોઇપણ પ્રકારના ધારાધોરણો નહીં રહે. તમામ વર્ગના અને તમામ લોકો અન્નપૂર્ણા યોજનાનો લાભ લઇ શકશે. સરકારની આ યોજનામાં સંચાલક કલેક્ટર તંત્ર સંભાળશે. એ સિવાયની મુખ્ય કહી શકાય એવી તમામ જવાબદારી મહાપાલિકાની રહેશે. રાજકોટમાં મ્યુનિ. કમિશનર બંછાનીધિ પાનીએ અન્નપૂર્ણા કેન્દ્ર માટે સ્થળ પસંદગી પણ કરી લીધી છે. ગુરુવારે તેની સત્તાવાર જાહેરાત કરાઇ હતી.
 
આગળની સ્લાઇડ્સ આ સ્થળ પર શરૂ થશે અન્નપૂર્ણા કેન્દ્ર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: annapurna yojna to be begun at seven places in Rajkot
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended