Home »Saurashtra »Latest News »Porbandar» Husband Has Been Left Wife For 4 Years As She Gave Birth To Girl

મહિલાનો CMને પત્ર: 'પુત્રીના જન્મ બાદ મને ઘરમાંથી કાઢી મૂકી, ન્યાય અપાવો'

Bhaskar News, Porbandar | Feb 17, 2017, 08:44 AM IST

  • વિજય રૂપાણી ફાઇલ તસવીર
પોરબંદર:પોરબંદરની એક પરીણિતાના કૂખે દીકરીનો જન્મ થતાં તેમના પતિએ છેલ્લા 4 વર્ષથી ઘરમાંથી કાઢી મૂકી છે. આ પરીણિતાએ પોતાના ભરણપોષણ માટે અદાલતમાં દાદ માંગી છે. 3 વર્ષથી આ કેસ ચાલી રહ્યો છે તેમ છતાં તેમને ન્યાય નહીં મળતા અંતે તેમણે મુખ્યમંત્રીને એક પત્ર પાઠવીને એવું જણાવ્યું છે કે, હિંમત રાખીને અન્યાય સામે લડું છું. હવે મારૂં મનોબળ તૂટે છે અને હું જીવનનો અંત આણું તે પહેલા મને ન્યાય આપો અને એક દીકરીના આશિર્વાદ મેળવો.  પોરબંદરના લીબર્ટી રોડ ઉપર આવેલા નુરી એપાર્ટમેન્ટમાં રહેતી નાજીયાખાન પઠાણના લગ્ન વર્ષ 2009 માં પોરબંદરના ડો. અવેશ ચૌહાણ સાથે થયા હતા.
 
પતિ સતત શારીરિક-માનસિક ત્રાસ આપતો
 
આ દામ્પત્ય જીવન દરમિયાન વર્ષ 2011 માં નાજીયાખાનની કૂખેથી દીકરીએ જન્મ લીધો હતો. જન્મ પૂર્વે જ તેમનો પતિ એબોર્શન કરાવવા માટે દબાણ આપતો હતો જ્યારે પુત્રીનો જન્મ થયો ત્યારબાદ તેમના પતિ ડો. અવેશ ચૌહાણે તેમને માર મારવાનું શરૂ કર્યું હતું અને સતત શારીરિક-માનસિક ત્રાસ આપતો હોય આથી કંટાળીને નાજીયા પોતાના માવતરે ચાલી ગઈ હતી અને વકીલ મારફત પોરબંદરની કોર્ટમાં ભરણપોષણની અરજી કરી છે. તેમ છતાં હજુ તેમને ન્યાય નહીં મળતા આ પરીણિતા આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાઈ છે અને તેમણે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પોરબંદરની એક પીડિત બેટીની વ્યથા સાંભળો તેવો ઉલ્લેખ કરીને એક પત્ર લખ્યો છે.
 
સરકાર મને ન્યાય અપાવે અને એક દીકરીના આશિર્વાદ મેળવેઆ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Husband has been left wife for 4 years as she gave birth to girl
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended