Home »Saurashtra »Latest News »Porbandar» Porbandar Have Special Story On Holi Festival

સૌરાષ્ટ્રના આ ગામે રમાય છે છાણાથી ધૂળેટી, વર્ષોથી ચાલી આવે છે પરંપરા

Bhaskar News, Porbandar | Mar 15, 2017, 02:25 AM IST

  • છાણા મારીને રમાય છે હોળી
ભાવપરા, બગવદરઃપોરબંદરના વિસાવાડા ગામે છાણા અને પાણાની રમતથી હોળીની ઉજવણી કરાઈ હતી. છેલ્લા ઘણા વર્ષોથી રમતનું આયોજન કરાય છે જેમાં નાના બાળકોથી વૃદ્ધો પણ ભાગ લઈ હોળીની ઉજવણી કરે છે. હોળી-ધૂળેટીના તહેવારથી ઠેરઠેર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી હતી અનેરા ઉત્સાહ સાથે લોકો રંગે રંગાયા હતા. ત્યારે પોરબંદરના વિસાવાડા ગામે હોળીના દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી અનોખી રીતે હોળીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહીં છાણાની રમતનું અનોખું મહત્વ રહેલું છે જેમાં ગામના ચોરે નાના બાળકોથી લઈ વૃદ્ધો સુધી સૌ એ છાણાની રમતમાં ભાગ લીધો હતો. છેલ્લા ઘણા વર્ષોથી છાણાની રમત રમી હોળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. વર્ષોથી પરંપરાગત ચાલી આવતી છાણાની રમતમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રીતે હોળી રમવાની પરંપરા કંઇક નવી જ જોવા મળી.

ખિસ્તરી ગામે જૂના મનદુ:ખને ભૂલી જઇ લોકો છાણાની રમત રમ્યા
 ઘણા વર્ષોથી ખિસ્તરી ગામે છાણાની રમતનું આયોજન કરાય છે. જેમાં ગામના બાળકો, મહિલાઓ, વૃદ્ધો સહિતના તમામ લોકો સામાન્ય મનદુ:ખ હોય તે પણ ભૂલી જઈ સામસામે છાણાનો પ્રહાર કરી પર્વની ઉજવણી કરે છે. આસપાસનાં ગામના મોટી સંખ્યામાં લોકો આ રમતને જોવા ઉમટી પડ્યાં હતાં.
આગળ જુઓ, વધુ તસવીરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Porbandar have special story on holi festival
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended