Home »Saurashtra »Latest News »Porbandar» Congress Leader Arjun Modhwadia Takes Boat Ride To Know Problems Of Sailors

પોરબંદર: કોંગ્રેસી નેતા મોઢવાડીયાની દરિયામાં લટાર, જાતે જ ચલાવી બોટ

Bhaskar News, Porbandar | Apr 16, 2017, 03:05 AM IST

  • દરિયાઇ સફરે નીકળતા મોઢવાડિયાએ જાતે જ બોટ ચલાવી
પોરબંદર:ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ આજે પોરબંદરના બંદર વિસ્તારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે માચ્છીમારોના વિવિધ પ્રશ્ને આગેવાનો સાથે ચર્ચાઓ કરી હતી. પોરબંદરના બંદર વિસ્તારમાં લાઈટ, પાણી, રસ્તા સહિતની વિવિધ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે તેમજ ડિઝલ સબસીડી અને બંદરના વિકાસને લઈને માચ્છીમાર આગેવાનો સાથે ચર્ચા કરી હતી.
 
મોઢવાડીયાએ બોટની મદદથી દરિયાઈ સફર કરી
 
આ તકે અર્જુનભાઈ મોઢવાડીયાએ એવું જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા વારંવાર થતા ભારતીય બોટોના અપહરણ અને સરકાર દ્વારા માચ્છીમારોને મળતી સવલતોમાં ભાજપ સરકાર ઉદાસીનતા દાખવી રહી છે જેને કારણે માચ્છીમારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસની સરકાર રચાશે તો માચ્છીમાર ભાઈઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે તેવી ખાત્રી પણ અર્જુનભાઈ મોઢવાડીયાએ આપી હતી. દરિયો ખેડવા જતા માચ્છીમારોની સમસ્યાને જાણવા માટે અર્જુનભાઈ મોઢવાડીયાએ બોટની મદદથી દરિયાઈ સફર પણ કરી હતી.
 
આગળ જુઓ વધુ તસવીર...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Congress Leader Arjun Modhwadia takes boat ride to know problems of Sailors
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended