Home »Saurashtra »Latest News »Porbandar» Approx 6 Months Old Fetus Found Near Sewer At Kutiyana

કુતિયાણા: ગટરમાંથી 6 માસનું ભ્રુણ મળી આવ્યું, જોવા લોકોના ટોળું ઉમટ્યું

Bhaskar News, Kutiyana | Apr 21, 2017, 02:19 AM IST

  • આશરે 6 માસનું ભ્રુણ મળી આવ્યું
કુતિયાણા:કુતિયાણા શહેરના થેપડાઝાંપા વિસ્તારમાં આજે વહેલી સવારે ગટરની બાજુમાં એક નવજાત શિશુનો મૃતદેહ પડ્યાની જાણ સ્થાનિક લોકોને થતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને લોકોએ પોલીસને જાણ કરતા કુતિયાણા પોલીસકાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને નવજાત શિશુના મૃતદેહને કુતિયાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ વાત વાયુવેગે ફેલાતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ ભ્રુણ અધુરા મહિનાનું હોવાનું જાણવા મળ્યું હતું.
 
ત્રીજુ ભ્રુણ મળી આવતા પોલીસની કામગીરી પર સવાલો
 
આ અંગે પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ બહાર આવશે. કોઈ કુંવારી માતા બની હોય અને તેમણે પોતાનું પાપ છૂપાવવા માટે આ નવજાત શિશુના મૃતદેહને ફેંકી દીધું હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. આ અંગે વધુ તપાસ કુતિયાણા પોલીસે હાથ ધરી છે. તો પોરબંદર શહેર સહિત કુતિયાણા શહેરમાંથી પણ વધુ એક ભ્રુણ મળી આવતા લોકોમાં ચર્ચા થઈ રહી છે તો થોડા દિવસો પહેલા મળેલા ભ્રુણની પણ હજુ તપાસ થઈ રહી છે અને કોઈ સાચું કારણ બહાર આવ્યું નથી ત્યારે વધુ એક ભ્રુણ મળી આવતા પોલીસની કામગીરી ઉપર પણ ચર્ચા થઈ રહી છે. ત્રીજુ ભ્રુણ મળી આવતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે .
 
આશરે 6 માસનું ભ્રૂણ મળી આવ્યું આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Approx 6 months old Fetus found near sewer at Kutiyana
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended