Home »Saurashtra »Latest News »Porbandar» An Old Man Dead In An Accident With Dumper At Porbandar

પોરબંદર: ડમ્પરે વૃદ્ધને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત, લાશ સંપૂર્ણ છુંદાઇ ગઇ

Bhaskar News, Porbandar | Apr 16, 2017, 02:03 AM IST

  • પોરબંદર: ડમ્પરે વૃદ્ધને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત, લાશ સંપૂર્ણ છુંદાઇ ગઇ,  porbandar news in gujarati
પોરબંદર:પોરબંદરના છાયાચોકી નજીક આજે મોડી સાંજે બેફામ બનીને દોડતા એક ડમ્પરે સાયકલચાલક વૃદ્ધને હડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે લોકોના ટોળા એકત્રીત થઈ ગયા હતા અને ત્યારબાદ આ વૃદ્ધના મૃતદેહને પી.એમ. માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. છાયાચોકી ચાર રસ્તા ઉપર ભારે વાહનો બેફામ બનીને દોડતા હોય, જેને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે.
 
આ સ્થળે સ્પીડબ્રેકર મૂકવાની માંગણી ઘણા લાંબા સમયથી કરવામાં આવી છે છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી જેને કારણે અકસ્માતમાં લોકોને જીવ ગુમાવવો પડે છે. આજે ‘નગરપાલિકા ઓન ડ્યુટી’ લખેલું એક ડમ્પર છાયાચોકી પાસેથી પસાર થઈ રહ્યું હતું એ દરમિયાન ડમ્પર ચાલકે આ અજાણ્યા સાયકલચાલક વૃદ્ધને હડફેટે લેતા તેમનું મોત થયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે વૃદ્ધના માથાનો ભાગ સંપૂર્ણપણે કચડાઈ ગયો હતો. આ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અજાણ્યા વૃદ્ધના મૃતદેહને પી.એમ. માટે ખસેડી અને તેની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: An old man dead in an accident with dumper at porbandar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended