Home »Saurashtra »Latest News »Porbandar» Ahir Sisodia Family 6 Six People Were Killed In Accident At Porbandar

પોરબંદર: એક જ પરિવારની 4 અર્થી નીકળી, કાળા કલ્પાંતથી ભારે ગમગીની છવાઈ

Jitesh Chauhan, Porbandar | May 20, 2017, 05:24 AM IST

પોરબંદર:પોરબંદરના રાણાવાવ-જામનગર રોડ ઉપર સાજણવાડા નેસ નજીક ગુરૂવારના રોજ સાંજના સમયે ખાનગી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કુલ 6 વ્યક્તિઓ કાળનો કોળીયો બની ગયા હતા. પોરબંદર ખાતે રહેતા આહિર પરિવારના 4 સભ્યોની અંતિમયાત્રા મોડી રાત્રીના નીકળી હતી અને કાળા કલ્પાંતથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી.

મહેસાણાના પી.આઈ. અરશીભાઈ સીસોદીયા તેમના ભાઈ ભાઈ ભાયાભાઈ સીસોદીયા તેમજ રાણાકંડોરણા ખાતે રહેતા સ્વ. દેવાણંદભાઈનો પરિવાર કાર લઈ અને ભાણવડના કાલાવડ ગામે જઈ રહ્યા હતા તે દરમિયાન હનુમાનગઢ નજીકના સાજણવાડા નેશ નજીક કાળ બનીને આવેલી જાનની ખાનગી બસે કારને કચડી નાખી હતી જેમાં કારમાં સવાર સીસોદીયા પરિવારના 6 સભ્યો મોતને ભેટ્યા હતા. 

પોરબંદર ખાતે રહેતા સીસોદીયા પરિવારના 4 વ્યક્તિઓની અંતિમ યાત્રા રાત્રીના સમયે ઝુંડાળા વિસ્તારમાંથી નીકળતા સમગ્ર વિસ્તાર હિબકે ચડ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો આ અંતિમયાત્રામાં જોડાયા હતા. ચાર બહેનોના એકના એક ભાઈના મોતને પગલે ભારે ગમગીની છવાઈ ગઈ હતી. આહિર પરિવારના 4 સભ્યોની અર્થી એકસાથે ઉઠતા આંસુઓનો દરિયો વહ્યો હતો. જ્યારે રાણાકંડોરણા ખાતે માતા-પુત્રની અર્થી પણ એકીસાથે ઉઠતા રાણાકંડોરણા ગામમાં પણ માતમ છવાઈ ગયો હતો.
 

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
  તસવીરો - જીતેશ ચૌહાણ, પોરબંદર
 
 
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ahir Sisodia family 6 Six people were killed in accident at Porbandar
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended