Home »Saurashtra »Latest News »Porbandar» Aged Account In Picked Up Money From Change To ATM Card At Porbandar

પોરબંદર: હું તમને પૈસા કાઢી આપું કહી ગઠીયો આધેડના ખાતામાંથી ઉપાડી લીધા

Bhaskar News, Porbandar | Apr 15, 2017, 04:08 AM IST

  • પોરબંદર: હું તમને પૈસા કાઢી આપું કહી ગઠીયો આધેડના ખાતામાંથી ઉપાડી લીધા,  porbandar news in gujarati
પોરબંદર:પોરબંદરના સુદામા ચોક નજીકના એ.ટી.એમ.મા આધેડ પૈસા ઉપાડવા ગયા તે દરમિયાન એક શખ્સે આધેડને વિશ્વાસમા લઇ હુ તમને એ.ટી.એમ.માંથી પૈસા કાઢી આપુ તેમ કહી શખ્સે આધેડનુ એ.ટી.એમ.કાર્ડ બદલી ખાતામાંથી 68300 ઉપાડી ગયો

ATM કાર્ડ બદલી પૈસા ઉપાડી લીધા

જામરોજીવાડા ગામે રહેતા હરીભાઇ રામદેભાઇ કારેણા નામના આધેડ તારીખ 11-4-2017 ના રોજ પોરબંદરના સુદામા ચોકમા આવેલ એસ.બી.આઇ.ના એ.ટી.એમ.મા પૈસા ઉપાડવા ગયા ત્યારે એક અજાણ્યો શખ્સ ત્યા ધસી આવ્યો અને હુ તમને એ.ટી.એમ.માંથી પૈસા કાઢી આપુ તેમ કહી આધેડને વિશ્વાસમાં લઇ તેનુ એ.ટી.એમ.કાર્ડ લઇ કોડ નંબર જાણી શખ્સે બીજુ એ.ટી.એમ.કાર્ડ પાછુ આપી. આધેડનુ એ.ટી.એમ. રાખી તેમાથી શખ્સે રોકડ રકમ રૂા.68300 ઉપાડી નાસી છુટ્યો હતો. આ અંગેની જાણ થતા આધેડે કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. 

અજાણ્યા માણસો દ્વારા પીન નંબર માંગવામાં આવેતો આપવા નહીં

મોબઇલ ઉપર બેન્કનુ આપી અને ગઠીયાઓ એટીએમ ના પીન નંબર મેળવી અને બેન્ક ખાતામાંથી રકમ ઉપાડી લેવાની ઘટના અવાર નવાર બને છે. આ બાબતે પોરબંદરની એસબીઆઇ બેંકના મેનેજર ચુડસામા એવુ જણાવ્યુ હતુ કે આ પ્રકારના બનાવો છાશવારે બને છે. બેંક દ્રારા પણ ગ્રાહકો ને જાગૃત કરવામાં આવે છે. મોબાઇલ ફોન દ્વારા કયારેય બેંક એટીએમની વિગત માંગતી નથી આવા કોઇ વિગત બેંક રૂબરૂ લેવામાં આવે છે. આથી ગ્રાહકો ફોન ઉપર કે એ ટી એમ માં કોઇ અજાણ્યા માણસો દ્વારા પીન નંબર માંગવામાં આવેતો આપવા નહીં જેથી આ પ્રકારની ઘટના અટકાવી શકાય.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Aged Account in Picked Up Money From Change to ATM Card at Porbandar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended