Home »Saurashtra »Latest News »Porbandar» ખાંભોદર ગામે પૈસાની બાબતે યુવાન પર હુમલો

ખાંભોદર ગામે પૈસાની બાબતે યુવાન પર હુમલો

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:40 AM IST

  • ખાંભોદર ગામે પૈસાની બાબતે યુવાન પર હુમલો,  porbandar news in gujarati
ખાંભોદરગામે પૈસાની બાબતે બે યુવાનો વચ્ચે બોલાચાલી થયા બાદ શખ્સે યુવાનને ભૂંડી ગાળો બોલી, તલવાર વડે હૂમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોરબંદર-બગવદરના કાનાધારમાં રહેતો અને ડ્રાઈવીંગનો ધંધો કરતો મુંજા રામદે ગોઢાણીયા નામનો યુવાન ખાંભોદર ગામના જેઠા ગીગા ગોઢાણીયા પાસે 10,000 રૂપીયા માંગતો હોય, અને તેમને પોતાના 10,000 ‌‌રૂપીયાની માંગણી જેઠા પાસે કરતા ઉશ્કેરાઈ જઈ મુંજા રામદેને ભૂંડી ગાળો બોલી, મોટરસાયકલના કીચનમાં રહેલી નાની તલવાર કાઢીને યુવાન ઉપર હૂમલો કરતા યુવાનને હાથમાં ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસે ગુનો નોંધ્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ખાંભોદર ગામે પૈસાની બાબતે યુવાન પર હુમલો
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended