Home »Saurashtra »Latest News »Porbandar» જિલ્લામાં 2 માસમાં ત્રીજું ભ્રુણ મળી આવ્યું

જિલ્લામાં 2 માસમાં ત્રીજું ભ્રુણ મળી આવ્યું

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:40 AM IST

  • જિલ્લામાં 2 માસમાં ત્રીજું ભ્રુણ મળી આવ્યું,  porbandar news in gujarati
કુતિયાણાશહેરના થેપડાઝાંપા વિસ્તારમાં આજે વહેલી સવારે ગટરની બાજુમાં એક નવજાત શિશુનો મૃતદેહ પડ્યાની જાણ સ્થાનિક લોકોને થતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને લોકોએ પોલીસને જાણ કરતા કુતિયાણા પોલીસકાફલો તાત્કાલીક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને નવજાત શિશુના મૃતદેહને કુતિયાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. વાત વાયુવેગે ફેલાતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ભ્રુણ અધુરા મહિનાનું હોવાનું જાણવા મળ્યું હતું. અંગે પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે. કોઈ કુંવારી માતા બની હોય અને તેમણે પોતાનું પાપ છૂપાવવા માટે નવજાત શિશુના મૃતદેહને ફેંકી દીધું હોવાની ચર્ચાઓ પણ થઈ રહી છે. અંગે વધુ તપાસ કુતિયાણા પોલીસે હાથ ધરી છે. તો પોરબંદર શહેર સહિત કુતિયાણા શહેરમાંથી પણ વધુ એક ભ્રુણ મળી આવતા લોકોમાં ચર્ચા થઈ રહી છે તો થોડા દિવસો પહેલા મળેલા ભ્રુણની પણ હજુ તપાસ થઈ રહી છે અને કોઈ સાચું કારણ બહાર આવ્યું નથી ત્યારે વધુ એક ભ્રુણ મળી આવતા પોલીસની કામગીરી ઉપર પણ ચર્ચા થઈ રહી છે. ત્રીજુ ભ્રુણ મળી આવતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે .

શું કહે છે તપાસનીસ PSI ?

^ઝુંડાળાવિસ્તારમાં ભ્રુણ મળી આવ્યું હતું. ભ્રુણનું પી.એમ. રીપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે. > વી.એન.શીંગરખીયા, કુતિયાણાપી.એસ.આઇ.

શું કહે છે તબીબ ?ω

^આનવજાત શિશુનું વજન 910 ગ્રામ છે. જેમની ઉંમર આશરે 6 માસ જેટલી જાણવા મળી છે અને વધુ તપાસ માટે મૃતદેહને જામનગર ફોરેન્સીક ડીપાર્ટમેન્ટમાં મોકલવામાં આવશે ત્યારબાદ વધુ વિગત બહાર આવશે. > એસ.બી.ગોહીલ, ડોકટર

કુતિયાણાના થેપડાઝાંપા વિસ્તારની ગટરની બાજુમાંથી ગુરૂવારે નવજાત શિશુનું નર ભ્રુણ મળી આવ્યું, પોલીસની કામગીરી પર ઉઠ્યાં સવાલો

સ્થાનિક લોકોને ભ્રુણ પડ્યાની જાણ થતાં ટોળે ટોળા એકઠા થઈ ગયા : પોલીસકાફલો ઉતરી પડ્યો

પોરબંદરના ઝુંડાળાના વિસ્તારમાં મીલપરા શેરી નં. 9 માંથી એક ભ્રુણ મળી આવ્યું હતું અને અંગે પી.એસ.આઈ. એસ.ડી. ચૌધરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં હજુ સુધી કોઈ વિગતો બહાર આવી નથી તો અંગે પી.એસ.આઈ. ચૌધરીએ જણાવ્યું હતું કે, બાળકનો DNA રીપોર્ટ ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યો છે અને DNA રીપોર્ટ આવ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: જિલ્લામાં 2 માસમાં ત્રીજું ભ્રુણ મળી આવ્યું
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended