Home »Saurashtra »Latest News »Porbandar» પૂર્વ સાંસદના પુત્રનું અકસ્માતે 5માં માળેથી પડી જતાં મોત

પૂર્વ સાંસદના પુત્રનું અકસ્માતે 5માં માળેથી પડી જતાં મોત

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:40 AM IST

  • પૂર્વ સાંસદના પુત્રનું અકસ્માતે 5માં માળેથી પડી જતાં મોત,  porbandar news in gujarati
પોરબંદરનાપૂર્વ સાંસદ અને મહેરસમાજના અગ્રણી ભરતભાઈ ઓડેદરાના પુત્ર મયુર (ઉ. વર્ષ 47) આજે બપોરના સમયે સાન્દીપનિ રોડ ઉપર આવેલા શિવકૃપા સોસાયટી ખાતે તેમના નિવાસસ્થાને 5 મા માળે રવેશમાં ઉભા હતા તે દરમિયાન તેઓ અકસ્માતે નીચે પડ્યા હતા અને તેઓને ગંભીર ઈજા થતા તેમનું નિધન થયું હતું. મયુરભાઈના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ. માટે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા વિવિધ સંસ્થાના આગેવાનો, રાજકીય પક્ષના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. બનાવને લઈને પોરબંદર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. રાત્રીના 10:30 કલાકે નીકળેલી સ્મશાનયાત્રામાં વિવિધ ક્ષેત્રના તેમજ રાજકીય ક્ષેત્રના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

વિવિધ ક્ષેત્રના આગેવાનો સ્મશાનયાત્રામાં જોડાયા

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: પૂર્વ સાંસદના પુત્રનું અકસ્માતે 5માં માળેથી પડી જતાં મોત
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended