Home »Saurashtra »Latest News »Porbandar» પોરબંદરની ભાવસિંહજી, રૂપાળીબા લેડી હોસ્પિટલમાં 15 કેમેરાની રહેશે બાજ નજર

પોરબંદરની ભાવસિંહજી, રૂપાળીબા લેડી હોસ્પિટલમાં 15 કેમેરાની રહેશે બાજ નજર

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:40 AM IST

  • પોરબંદરની ભાવસિંહજી, રૂપાળીબા લેડી હોસ્પિટલમાં 15 કેમેરાની રહેશે બાજ નજર,  porbandar news in gujarati
પોરબંદરશહેરમાં આવેલી ભાવસિંહજી અને રૂપાળી બા લેડી હોસ્પિટલ જિલ્લાકક્ષાની સરકારી હોસ્પિટલ હોવાથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે, જેમાં દિવસભરમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવાથી ક્યારેક ચોરી, લૂટ તેમજ અન્ય બનાવો પણ બને અને હોસ્પિટલના તંત્ર દ્વારા આગામી દિવસોમાં બન્ને હોસ્પિટલોમાં 15 જેટલા સીસી ટીવી કેમેરા લગાવવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તે માટે હોસ્પિટલોમાં આધુનિક સુવિધાથી સજ્જ કરવામાં આવે છે જેમાં પોરબંદર શહેરમાં આવેલી ભાવસિંહજી સરકારી અને રૂપાળીબા લેડી હોસ્પિટલમાં શહેર સહિત ગ્રામ્યવિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે તો દિવસભર હોસ્પિટલમાં દર્દીઓની ટ્રાફિક રહેતી હોય છે જેને કારણે હોસ્પિટલમાં ચોરી, લૂંટ તેમજ મારામારી કે અન્ય કોઈ બનાવો બને તે માટે હોસ્પિટલ તંત્ર દ્વારા આગામી દિવસોમાં 15 જેટલા સીસી ટીવી કેમેરા લગાવવાનું નક્કી કર્યું છે. હોસ્પિટલ તંત્ર દ્વારા તૈયાર કરાયેલા એસ્ટીમેન્ટ પ્રમાણે 33 જેટલા કેમેરા લગાવવામાં આવતા હતા જેમાં રોગી કલ્યાણ સમિતિની બેઠક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મળેલી હોય જેમાં કલેક્ટર દ્વારા જણાવ્યા મુજબ આપેલી ગ્રાન્ટ દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવી અને બાદ બચતમાંથી સીસી ટીવી કેમેરા લગાવવા જેમાં હોસ્પિટલ તંત્ર દ્વારા કરાયેલી બચતમાંથી બન્ને હોસ્પિટલોમાં આગામી દિવસોમાં 15 જેટલા સીસી ટીવી કેમેરા લગાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે તો ચોરી, લૂંટ સહિતનાં અન્ય બનાવો પર રોક લગાવી શકાશે.

ચોરી, લૂંટ, અન્ય બનાવો અટકાવવા તંત્ર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: પોરબંદરની ભાવસિંહજી, રૂપાળીબા લેડી હોસ્પિટલમાં 15 કેમેરાની રહેશે બાજ નજર
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended