Home »Saurashtra »Latest News »Porbandar» જ્યુબેલી રોડ પર પાણીની પાઈપ લાઈન તૂટતા પાણીની રેલમછેલ

જ્યુબેલી રોડ પર પાણીની પાઈપ લાઈન તૂટતા પાણીની રેલમછેલ

DivyaBhaskar News Network | Mar 21, 2017, 04:05 AM IST

  • જ્યુબેલી રોડ પર પાણીની પાઈપ લાઈન તૂટતા પાણીની રેલમછેલ,  porbandar news in gujarati
પોરબંદરશહેરમાં જ્યુબેલી રોડ પર પાણીની પાઈપલાઈન તૂટતા પાણીની રેલમછેલ થઈ હતી. તંત્રની અણઆવડતથી કામ થતા પાઈપલાઈન તૂટી હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો.

પોરબંદર શહેરમાં ખાદીભંડારથી જ્યુબેલી રોડ સુધીનું કામ ઘણા લાંબા સમય બંધ રહ્યા બાદ ફરી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે હનુમાનગુફા પોલીસ ચોકી નજીક તંત્ર દ્વારા રોડના કામ માટે ખોદકામ હાથ ધરાયું છે. માર્ગ પર પાણીની પાઈપલાઈન તૂટી હોવાના કારણે માર્ગ પર પાણીની રેલમછેલ થઈ હતી.

તંત્ર દ્વારા અણઆવડતથી કામ કરવામાં આવતું હોવાના કારણે પાણીની પાઈપલાઈન તૂટી હોવાથી માર્ગ પર પાણી ફરી વળ્યું હોવાનું લોકોએ જણાવ્યું હતું અને યોગ્ય રીતે કામ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

વારંવાર પાઇપલાઇન તૂટતા રહીશોમાં રોષ. તસ્વીર- કે. કે. સામાણી

આડેધડ ખોદકામ થતુ હોવાથી પાઈપલાઈન તૂટી હોવાનો આક્ષેપ

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: જ્યુબેલી રોડ પર પાણીની પાઈપ લાઈન તૂટતા પાણીની રેલમછેલ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended