Home »Saurashtra »Latest News »Porbandar» 6 Family Members Dead In An Accident Between Car And Travels Bus At Porbandar

પોરબંદર: લગ્નની બસ કાર પર ચડી જતા 3 માતા અને 3 પુત્રનાં મોત

Jitesh Chauhan, Porbandar | May 19, 2017, 09:35 AM IST

  • અકસ્માતમાં છ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં
પોરબંદર:પોરબંદર અને રાણાકંડોરણા ખાતે રહેતો આહિર સીસોદીયા પરિવાર કારમાં કિલ્લોલ કરતો જઈ રહ્યો હતો એ જ દરમિયાન હનુમાનગઢ નજીક સાજણાવાડા નેશ નજીક ખાનગી બસ જાણે કાળ બનીને આવી હોય તેમ આ કિલ્લોલ કરતા પરિવારને મોતની ચિરનિંદ્રામાં પોઢાડી દીધો હતો. પરિવારમાંથી છ લોકોના મોત થયા હતા. જાનની ખાનગી બસનો ડ્રાઈવર ટર્ન નહીં લઈ શકતા તેણે કારને કચડી નાખી હતી. અકસ્માત એટલી હદે ભયંકર હતો કે બસની નીચે કાર ફસાઈ ગઈ હતી.
 
અકસ્માતમાં માતા-પુત્રનું મોત
 
બે ટ્રકની મદદથી અંદર રહેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને રસ્તા ઉપર જ્યારે આ મૃતદેહો રસ્તા ઉપર મૂકવામાં આવ્યા ત્યારે ભલભલાના કાળજા કંપી ઉઠ્યા હતા. આ અકસ્માતમાં 3 પરિવારોનો માળો પીંખાયો હતો. મહેસાણાના પીઆઈ એ.બી. સીસોદીયાના પત્ની અને પુત્ર મોતને ભેટ્યા હતા. જ્યારે તેમના ભાઈ ભાયાભાઈની પત્ની અને પુત્ર તેમજ રાણાકંડોરણા ખાતે રહેતા માતા-પુત્રનું પણ આ અકસ્માતમાં મોત થયું હતું. 6 વ્યક્તિઓના મોતને પગલે 3 પરિવારો ઉપર આભ તૂટી પડ્યું હતું અને સમગ્ર આહિર પરિવાર શોકમાં ડૂબી ગયો હતો.
 
જાનૈયાઓ હતપ્રભ બની ગયા આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 6 family members dead in an accident between car and travels bus at porbandar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended