Home »Saurashtra »Latest News »Porbandar» 6 Injured In Fighting Between Two Family

પોરબંદર: બે પરિવારો વચ્ચે લાકડી અને ધોકા વડે મારામારી, 6ને ઇજા

Bhaskar News, Porbandar | Apr 21, 2017, 02:41 AM IST

પોરબંદર:પોરબંદરના પારાવાડા ગામે રહેતા મેરૂ  ભાઇ પુંજાભાઇ ચાંચીયાનો પુત્ર સ્કૂલે ભણવા માટે જતા હતો. તે દરમિયાન ધર્મેશ બાબુ પાંડાવદરા નામનો બાળક પોતાનો પાળેલો કૂતરો લઇ બાળકને ડરાવતો હતો. તે દરમિયાન રાણા મેરૂ ચાંચીયા અને ધર્મેશ બાબુ પાંડાવદરા બંન્ને  ઝઘડો કરતા હતા. તે દરમિયાન મેરૂ ભાઇ અને તેમની પત્ની રેખાબેન મેરૂ ચાંચીયા બંન્ને છોડાવવા જતા કારી લાખા, રામ લાખા,લખી લાખા ,પુરી લાખા અને  રાણી લાખા લાકડા અને ધોકા લઇ ધસી આવ્યા અને મેરૂભાળ પુંજાભાઇ ચાંચીયા ,રાણા મેરૂ ચાંચીયા અને રેખા મેરૂ ચાંચીયાને ઢીકા-પાટુ અને લાકડી વડે મારી ઇજા પહોંચાડી હતી.
 
સામા પક્ષે ફરિયાદ નોંધાવી  હતી કે રામ લાખા મકવાણાનો ભાણેજ ધર્મેશ બાબુ પાંડાવદરા ગામમાં છાશ લેવા જતો હતો. તે દરમિયાન રાણા મેરૂ સાથે ઝઘડો કરતો હતો. જેમાં પુરીબેન, રાણીબેન છોડાવવા જતા મેરૂ  પુંજાભાઇ ચાંચીયાએ મારમારતા ત્યારે રામ લાખા મકવાણા છોડાવવા જતા મેરૂ  પુંજાચાંચીયા,રાણા મેરૂ ચાંચીયા અને રેખા મેરૂ ચાંચીયાને  લાકડા અને લોખંડના સળીયા વડે હુમલો કરી રામા લાખા મકવાણા,રાણીબેન લાખા મકવાણા અને પુરીબેન લાખા મકવાણાને માંથામાં મારતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. બે પરિવારો વચ્ચે સામાન્ય  બાબતોને લઇને  મારમારી થતા પોલીસે બંન્ને પક્ષે  ફરીયાદ નોંધી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 6 injured in fighting between two family
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended