Home »Saurashtra »Latest News »Junagadh» Two Death In Truck Accident In Sutrapada At Gir Somnath

વેરાવળ: પલટી મારતા મુસાફરો ટ્રક નીચે દબાયા, એક બાળકી સહિત બેનાં મોત

Ravi Khakhkhar, Veraval | May 19, 2017, 04:36 AM IST

સુત્રાપાડા:અહીં ગુરૂવારે સવારનાં  અરસામાં ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક પલટી મારી જતાં તરૂણીનું મોત નિપજયું હતું. જયારે 42 ઘાયલ થતાં વેરાવળ અને સુત્રાપાડાની  હોસ્પિટલે સારવારમાં  ખસેડાયા હતાં. નાખડા ગામેથી કોળી સમાજનાં  લોકો વડોદરા(ઝાલા) પાસે આવેલી  મહાબળેશ્વરની  જગ્યાએ માનતા ઉતારવા આવી રહયાં હતાં ત્યારે અકસ્માતનો  ભોગ બન્યાં હતાં.
 
આ અંગેની મળતી વિગત મુજબ વેરાવળનાં  નાખડા ગામે રહેતાં કોળી સમાજનાં  વીરાભાઇ ખુંટડને  ત્યાં પુત્રનો જન્મ થતાં તેની ખીચડીની માનતા રાખેલ હોય તે પુરી કરવા વડોદરા(ઝાલા) ગામે આવેલ મહાબળેશ્વરની  જગ્યાએ જવા ગુરૂવારે  સવારે ટ્રક નં.જીજે-12-વી-7017માં કોળી સમાજનાં  45થી વધુ લોકો બેસીને નિકળેલ અને સુત્રાપાડા ની સોડાએશ કંપની પાસે સંજયનગર કોલોની નજીક ચાલકે સ્ટીયરીંગપરનો  કાબુ ગુમાવી દેતા ટ્રક પલટી મારી ગયેલ અને આ અકસ્માતમાં તરૂણી પારૂલબેન  રાણાભાઇ  મારૂ  (ઉ.વ.14)નું મોત થયું હતું.
 
જયારે 42 લોકોને નાની-મોટી ઇજા થતાં 26ને વેરાવળ અને 16 વ્યકિતને  સુત્રાપાડા  હોસ્પિટલે સારવારમાં  ખસેડાયાં હતાં. આ અકસ્માતનાં  પગલે લોકોનાં ટોળે ટોળા સ્થળ પર એકઠા થઇ ગયા હતાં અને ઘાયલોની  મદદમાં લાગી ગયા હતાં. બે 108ની ટીમો અને સોડાએસ કંપનીની  એમ્બ્યુલન્સ પણ સ્થળ પર પહોંચી ગઇ હતી. સુત્રાપાડાનાં  પીએસઆઇ  પંડયા પણ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતાં. રાજયમંત્રી  જશાભાઇ  બારડે પણ સુત્રાપાડા  હોસ્પિટલે  દોડી જઇ ઇજાગ્રસ્તોને  ત્વરીત સારવાર મળે એ માટે સુચના આપી હતી.

રાવલ ગામની તરૂણી મામાનાં ઘરે આવી’તી આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: two death in truck accident in Sutrapada at Gir Somnath
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended