Home »Saurashtra »Latest News »Junagadh» Sand Stealing On Machuu River At Una

ઊના: મચ્છુન્દ્રી નદીમાંથી રેતીની બેફામ ચોરી, જમીન ધોવાઇ રહી છે

Bhaskar News, Una | Apr 16, 2017, 01:16 AM IST

  • ઊના: મચ્છુન્દ્રી નદીમાંથી રેતીની બેફામ ચોરી, જમીન ધોવાઇ રહી છે,  junagadh news in gujarati
ઊના:ઊના તાલુકાના દરીયા કિનારાને અડી માત્ર 2 કિ.મી. અંતરમાં આવેલા બે હજાર થી વધુ વસ્તી ધરાવતા જાખરવાડા ગામ અને આ ગામને કિનારે આવેલા રામપરા તેમજ કાળાપાણ, રાજપુત રાજપારા સીમાડાને અડી નિકળતી એક માત્ર મચ્છુન્દ્રી નદી સીધી નવાબંદરના દરીયા કિનારા સાથે ભળી જતી હોય છે. ચોમાસામાં તો આ ચારેય ગામ અલગ પડી જાય છે. ત્યારે આ ચાર ગામની અંદાજીત આઠ હજારની માનવ વસ્તી અને પશુપાલન તેમજ ખેતિની જમીનો કુદરતના ભરોશે છોડી દેવાય છે.
 
આવી સ્થિતી વચ્ચે જાખરવાડા ગામની વચ્ચે પસાર થતી મચ્છુન્દ્રી નદી કાંઠે આવેલ રજપુત રાજપરા જાખરવાડા ગામના સ્મશાન પાસેના વિસ્તાર માંથી બેફામ અને બે રોકટોક ખનિજ પરવાનગી વગર નદીની રેતી કાઢી રોજનાં 10 થી 15 ટેક્ટરો ભરી આ રેતી બારોબાર વેંચી મારવાનું જબર કૌંભાડ ખનિજ માફીયા ચલાવે છે. ગીરસોમનાથ ખનિજ વિભાગના તંત્ર દ્વારા આ ગેર કાયદેસર રેતીના ઉપાડવાના ચાલતાં કૌભાંડને હપ્તાના જોરે બંધ કરવામાં આવતા ન હોવાનો આક્ષેપ પંચાયત સત્તાધીસો કરી રહ્યાં છે. જાખરવાડા ગામપંચાયત દ્વારા છેલ્લા પાંચ વર્ષથી અનેકવાર તંત્રને રજુઆત  કરવા છતાં આંખ આડાકાન કરી દેવાતા હોવાનું જોવા મળે છે. નવાબંદર મરીન પોલીસ પણ મૌન બની તમાશો જુએ છે. તંત્ર દ્વારા પગલા ભરવા માંગ કરવામાં આવી છે.
 
કાયમીનો ત્રાસ બંધ કરો : શાંતુબેન ચારણીયા
 
જાખરવાડા ગામપંચાયતના સરપંચ શાંતુબેન ચારણીયા કહે છેકે 10 વર્ષથી પંચાયતમાં સાસન કરૂ છું અમારા ગામની પ્રજાના હિતમાં અને તેની સુરક્ષાને ધ્યાને લઇ નદીમાંથી બેફામ થતી ખનિજ રેતીની ચોરી અટકાવવા સતત રજુઆત કરુ છું પરંતું તંત્રના અધિકારી અને ખનિજ ચોરોના હપ્તા અને મિલી ભગતના કારણે આ રેતી ચોરી હવે તો કાયમી ત્રાસ રૂપ બની છે.
 
રેતી કોભાડની તપાસ આવે તે પહેલા તંત્ર જાણ કરી દે છે : ગામ લોકો
 
ગામ લોકોના જણાવ્યાં મુજબ ઘણાં સમયથી આ રેતી કાઢતા શખ્સો સામે ગામ લોકો વિરોધ કરે છે. અને તંત્ર જ્યારે ચેકિંગમાં આવે તે પહેલા રેતી ચોર ત્તવોને જાણ કરી દેતા હોવાથી થોડા કલાક માટે કામગીરી બંધ કરી દેવાય છે. અને ખનિજ અધિકારી જતાંની સાથે રાત્રીના સમયે આ ધંધો ધમધમતો બની જાય છે.
 
મોટા ખાડાઓ નજરે હોવા છતાં કેસ કરતા નથી
 
નદીમાં બેફામ રીતે ઊપાડવામાં આવેલ રેતીના ખાડાઓ નજરે પડતા હોવા છતાં ખનિજ વિભાગ અધિકારીઓ આ ખનિજ કાંઢી ઊપાડેલ તે અંગે એક પણ કેસ કરેલ નથી અને પંચાયતને ધ્યાન રાખવા જણાવી દેતા હોય છે. પરંતુ પંચાયત ફરીયાદ પછી પણ પગલા લેતા નથી.
 
તો દરિયો અને નદી ગામને કબ્રસ્તાન બનાવી દેશે?
 
જાખરવાડાથી અર્ધો માઇલ દૂર દરીયાની ખાડી આવેલ છે. અને મચ્છુન્દ્રી નદીના પાણી આ ગામ વચ્ચેથી પસાર થાઇ છે. પણ રેતી કાઢી લેવાશે તો એ દિવસો દૂર નથી કે દરીયા અને નદીના પાણી બન્ને સાઇડથી ગામમાં ઘુસી જશે તો આ ગામને કબ્રસ્તાન બનાવી દેશે. અને તંત્ર આંખ ફાડી જોતું રહેવા મજબુર બનશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sand stealing on Machuu river at Una
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended