Home »Saurashtra »Latest News »Junagadh» Restaurant Owners Gave Interesting Answer At Junagadh

રેસ્ટોરન્ટ માલિકોનો રસપ્રદ જવાબ: કોઇ 4 રોટલી માંડ ખાય, તો કોઇને 40 ઓછી પડે

Bhaskar News, Junagadh | Apr 21, 2017, 02:08 AM IST

  • રેસ્ટોરન્ટ માલિકોનો રસપ્રદ જવાબ: કોઇ 4 રોટલી માંડ ખાય, તો કોઇને 40 ઓછી પડે,  junagadh news in gujarati
જૂનાગઢ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાંજ મન કી બાતમાં ભોજનનાં બગાડ વિશે ટકોર કરી હતી. અને ત્યારબાદ કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાને દેશભરનાં હોટલ-રેસ્ટોરન્ટ એસોસિએશન સાથે વાત કરી હતી. પરંતુ એ જાણવું ખુબજ રસપ્રદ છે કે,  હોટલ-રેસ્ટોરન્ટમાં ભોજન માટે આવતા લોકોની વિચિત્રતાઓનો પાર નથી હોતો.  અમારે ત્યાં હેવી ખોરાકવાળા આવે તેઓ 22 થી 25 રોટલી તો આરામથી જમી જાય. સાથે શાક-દાળ પણ એટલાં જ જોઇએ. તો કેટલાકને બાજરાનાં રોટલા પણ ઓછામાં ઓછા 4 થી 5 તો જોઇએ જ.
 
ઘણાં સંભારો વધુ ખાય તો કેટલાક 10 ગ્લાસ છાશ પી જાય. કોઇ થાળી પણ ચાટી જાય તો કોઇ પેટભરીને જમ્યા પછી પણ રોટલી-શાક લઇ ખાધા વિના મૂકી દે. થોડોઘણો બગાડ તો દરેક થાળીમાં થાય જ. પણ અનલિમીટેડ થાળી પીરસતા હોઇ અમે કાંઇ ન બોલીએ. એમ કાળવા ચોકમાં રેસ્ટોરન્ટ ધરાવતા નવિનભાઇ ગઢિયા કહે છે. હોટલ અને રેસ્ટોરન્ટોમાં અનેક ખાસિયત ધરાવતા લોકો આવતા હોય. આ અંગે વિનુભાઇ પટેલ કહે છે, અમુક લોકોની ખાસિયત એવી હોય કે, ભરપેટ જમી છેલ્લે દાળ-ભાત ખાધા પછી પાછા રોટલી-શાક મંગાવે. અને પછી ખાધા વિનાજ છોડી દે. તો એવા ગ્રાહક આવે જેની થાળી ચોખ્ખી હોય. 
 
ખોરાકનાં મામલે અમે અનલિમીટેડ થાળી પીરસતા હોઇ કોઇ ગમે એટલું ખાય અમે ના નથી પાડતા. અમારે 100 માંથી 5 ગ્રાહક એવા આવે જે 20 થી 40 રોટલી ખાય. 10 થી 15 ટકા એવાયે આવે જે 10 થી 15 રોટલી ખાય. તો વળી અમુક તો બે રોટલીમાંય પેટ ભરાઇ જાય. સરેરાશ વ્યક્તિ 4 રોટલી ખાઇ શકે. તો જીતુભાઇ ટાંક કહે છે, ક્યારેક તો એવા લોકો આવે જે ખાય ઓછું અને બગાડે વધુ. એવા અમુક એજ્યુકેટેડ લોકો આવે જેેમની ખાવાની પદ્ધતિ એવી હોય કે આસપાસમાં બેઠેલા બીજા તો ઠીક ખુદ પીરસનારને પણ સુગ ચઢે. એઠા હાથે પાણીનો જગ ઉઠાવે, સંભારામાં પણ એઠો હાથ નાંખે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Restaurant Owners gave interesting answer at junagadh
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended