Home »Saurashtra »Latest News »Junagadh» Lover For New Love Point Became The Girnar Forest In Junagadh

ગિરનારનું જંગલ નવું લવ પોઇન્ટ, પ્રયણ ફાગ ખેલના જોવા મળ્યા દ્રશ્યો

Bhaskar News, Junagadh | Apr 13, 2017, 14:49 PM IST

  • ભવનાથ અને ગિરનારનું જંગલ પ્રેમીઓ માટે નવું લવ પોઇન્ટ બની ગયું છે
જૂનાગઢ:સવારે 10 વાગ્યાનો સમય થતો આવે છે. ભવનાથ તરફ બાઇકમાં મોં ઉપર રૂમાલ અને ચૂંદડી હોય, પીઠ પાછળ દફતર (આધુનિક બેગ) લટકતી હોય એવા કપલ્સનો પ્રવાહ શરૂ થાય છે. આ પ્રેમી યુગલ મોટા ભાગે કોલેજ અને હાઇસ્કુલમાં અભ્યાસ કરતું હોય છે. લોકોથી પોતાનો ચહેરો છુપાવીને જંગલમાં પ્રવેશ કરે છે. રોડ અને લોકોની અવરજવરથી દુર જંગલમાં પ્રવેશે છે. આકાશમાંથી વરસતા તાપ અને સૂકાયેલાં વૃક્ષો નીચે બેસી પ્રયણ ફાગ ખેલે છે. આવા અનેક દૃશ્યો ગિરનાર જંગલ અને ભવનાથની આસપાસ જોવા મળે છે. આ ઘટના રોજબરોજની બની છે.

યુગલોને માટે ખરેખર જોખમી પણ બની શકે 

ભવનાથ અને ગિરનારનું જંગલ પ્રેમીઓ માટે નવું લવ પોઇન્ટ બની ગયું છે. જંગલમાં પ્રવેશ થયા બાદ આવા યુગલોને કોઇનો ડર નથી હોતો. પરંતુ આ મિલન તેઓ માટે ખરેખર જોખમી પણ બની શકે છે એની તેઓને કલ્પના સુદ્ધાં નથી હોતી. અભ્યાસ અને ટ્યુશનનાં નામે વાલીઓને છેતરી કેટલીક તરુણીઓ કે સગીરાઓ જંગલમાં પહોંચી જાય છે. અને આવારા તત્વો માટે તે સોફ્ટ ટાર્ગેટ બની જાય છે. અનેક યુગલો આવા આવારા તત્વોનો ભોગ બન્યાં હશે. આમાં છોકરાને તો કાંઇજ ગુમાવવાનું નથી હોતું. પણ છોકરીને પોતાનું સર્વસ્વ ગુમાવવાનો વખત આવે છે.

હસ્નાપુર ડેમ સાઇટ આવા યુગલો માટે અત્યંત જોખમી

એ પણ આવારાતત્વો પાસે. સમાજ અને વાલીનાં ડરે આવી ઘટનાઓ બહાર આવતી નથી. ખાસ કરીને વાઘેશ્વરી મંદિરનાં આસપાસનાં જંગલ, જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેનાં મેદાનનાં આસપાસનાં જંગલ, ગિરનારની જુની સીડી, બોરદેવી જવાનાં માર્ગે, વિલીંગ્ડન ડેમ, હસ્નાપુર ડેમ સાઇટ આવા યુગલો માટે અત્યંત જોખમી છે. હાલ જૂનાગઢમાં કોઇ અનિચ્છનીય ઘટના બને એ પહેલાં વાલી અને પોલીસ તંત્રએ સજાગ થવાની જરૂર છે. અન્યથા ગિરનારની આ પવિત્ર ભૂમિને કલંકિત થતાં વાર નહીં લાગે. 

ચાંદની કાંડની ઘટનાએ ગુજરાતને હચમચાવી નાખ્યું હતું

જૂનાગઢમાં વર્ષો પહેલા એક યુવતીની હત્યા અને એક યુવતી ઉપર દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનાને જૂનાગઢ નહી પરંતુ સમગ્ર ગુજરાતને હચમચાવી નાખ્યું હતું. આ ઘટનામાંથી બોધપાઠ લઇ વાલીઓ,પોલીસ અને યુવક -યુવતીઓએ જાગૃત થવાની જરૂર છે. પોતાની લાગણી ઉપર કાબુ મુકવાની પુરતી આવશ્યકતા છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ઘણી વખત પૈસા પડાવી લેવાની ઘટનાઓ બની....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lover For New Love Point Became the Girnar Forest in Junagadh
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended