Home »Saurashtra »Latest News »Junagadh» Lover For Dangerous Love Points Of Girnar Forest At Junagadh

ગિરનારનું જોખમી લવ પોઇન્ટ: જૂનાગઢનાં કપલ્સે કહ્યું, હવે અહીં નહીં મળીએ

Bhaskar News, Junagadh | Apr 15, 2017, 03:06 AM IST

  • ભવનાથ અને ગિરનારનું જંગલ પ્રેમીઓ માટે નવું લવ પોઇન્ટ બની ગયું હતું
જૂનાગઢ:દિવ્ય ભાસ્કરમાં ગિરનાર જંગલમાં મળતા યુગલો માટે જોખમી લવ પોઇન્ટ છે તેવા અહેવાલ પ્રસિધ્ધ થયા છે. જેના પગલે અનેક યુગલ અને વાલીઓનાં ગળે આ વાત ઉતરી ગઇ છે. દિવ્ય ભાસ્કરની ટીમે કેટલાક યુગલનો સાથે વાત કરી હતી.જેમાં રાકેશ અને શ્રધ્ધા(નામ બદલાવેલ છે)એ જણાવ્યું હતું કે, જાહેરમાં મળવાનાં ડરથી અહીં મળવા આવીએ છીએ.ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે તેમને કેટલાક જોખમ બતાવ્યા હતાં. તે સાંભળી આ યુગલ  દંગ રહી ગયા હતાં. તેમણે કહ્યું હતું કે,અમે આવા જોખમથી અજાણ હતાં. હવે આવી જગ્યાએ કોઇ દિવસ મળવા નહી આવીએ.

તમારી સાથે શું થઇ શકે?

કોઇ યુગલ જંગલમાં બેઠું છે. સ્વાભાવીક છે કે કોઇને કોઇ હરકત કરશે. આવા સંજોગોમાં યુગલની જાણ બહાર કોઇ વ્યક્તિ તેના એમએમએસ બનાવી લેછે.અને બાદમાં તેને બેલ્કમેઇલ કરી શકે છે. અથવા સ્થળ ઉપર ધાકધમકી આપી રૂપિયા પણ પડાવી શકે છે.તે પહેલા સાવધાન થઇ જવાની જરૂર છે.

વાલીઓએ સંતાનોનાં મોબાઇલ ચેક કર્યા?

આજે દરેક જનરેશન પાસે સ્માર્ટ ફોન છે. વાલીઓ પણ તેને આપી રહ્યાં છે. સંતાનો ફોન ઉપર વાતો કરે છે. વાલીની દુર થઇ ચેટ કરી રહ્યાં છે. અથવા ફોન આવે તો ઉભા થઇ ઘરની બહાર નિકળી જાય છે અને કલાકો સુધી વાતો કરે છે. ત્યારે વાલીઓએ કોઇ દિવસ પુછવાની તસદી લીધી છે ?. બાળકને સ્માર્ટ ફોન આપવો તે સમયની માંગ છે. પરંતુ તેનો કયાં અને કેવી રીતે ઉપયોગ થાય છે તેની જોવાની જરૂર પણ વાલીની છે. પાછળથી અનેક સમસ્યાઓ વિકરાળ રૂપ ધારણ કરતી હોય છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, મેં તો કહી દીધું હવે આપણે ત્યાં કયારેય નહી મળીએ.....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lover For Dangerous Love Points of Girnar Forest at Junagadh
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended