Home »Saurashtra »Latest News »Junagadh» Light And Sound Show To Be Upgraded In 3 D Version In Somnath

સોમનાથમાં દેશનો પ્રથમ અદ્યતન 3D લાઈટ & શો, 35 મિનિટનો આવો હશે નજારો

Ravi Khakhkhar, Somnath | Apr 29, 2017, 09:21 AM IST

  • સોમનાથમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કર્યો હતો
સોમનાથઃ અરબી સમુદ્ર તટે બિરાજમાન હિન્દુઓના આસ્થા કેન્દ્ર સમા સોમનાથ મંદીરના ભવ્ય ઐતિહાસીક સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતો દેશનો પ્રથમ એકમાત્ર અદ્યતન થ્રીડી ટેક્નોલોજીવાળા અને સીદીના મહાનાયક અમિતાભ બચ્ચનના અવાજમાં ડબ એવો લાઇટ એન્ડ સાઉન્ડ શો નો રાત્રીના નવેક વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લાઇટ એન્ડ સાઉન્ડ શો ને ખુલ્લો મુક્યો હતો.અરબી સમુદ્રનાં લહેરાતા મોજાઓ વચ્ચે સોમનાથની અડિખમ ઉભેલી ચિંરજીવી સંસ્કૃતિ, સંઘર્ષ અને ક્યારેય ખંડિત ના થાય એવી સોમનાથ સંસ્કૃતિ અને સાર્વભૈામત્વનાં દર્શન પ્રકાશ અને ધ્વનીનાં માધ્યમથી ઉદ્દધાટન સમારોહમાં યાત્રિકો, ભક્તો અને મહાનુભવોએ કર્યા ત્યારે સોમનાથ પરિસર જય-સોમનાથનાં નાદથી ગુંજી ઉઠ્યું હતું.

 
વિજય રૂપાણીએ સોમનાથ લાઇટ એન્ડ શોનાં પ્રારંભનાં પ્રસંગે કહ્યું કે, સોમનાથ મહાદેવ કરોડો શ્રધ્ધાળુઓની શ્રધ્ધાનું પ્રતિક છે. અહીં ગુજરાતની દિવ્યતાનાં દર્શન થાય છે. સોમનાથ મંદિર બચાવવા હજારો બ્રાહ્મણોએ શહીદી આપી છે.  હમીરજી ગોહીલ જેવા રાજવીઓએ પણ શહીદી વ્હોરી હતી. લોખંડી મહાપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલ અને રાજેન્દ્રપ્રસાદજી, જામસાહેબ જેવા મહાનુભાવોનાં પ્રયાસથી આજે સોમનાથનું આઝાદી વખતે નવનિર્મીત થયેલું મંદિર અડિખમ ઉભુ છે. મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ગુજરાતમાં સોમનાથ સહિતનાં આંઠ યાત્રાધામો દેશની ઓળખ બને અને દેશમાં આગવું સ્થાન ધરાવે તથા યાત્રિકો માટેનું પવિત્ર સુવિધાયુક્ત સ્થળ બનાવવા સરકારે ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે. 

 
સોમનાથ આવતા શ્રધ્ધાળુઓ ભગવાનનાં દર્શન કરીને સોમનાથનો ભવ્ય ઇતિહાસ જાણીને જાય તેમને દિવ્ય ભૂમિમાં આવ્યાનું ગૈારવ થાય તે હેતુથી ગુજરાત સરકારનાં પ્રવાસન વિભાગે રૂ. ૪.૨૫ કરોડનાં ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કર્યો છે. સદીનાં મહાનાયક ગુજરાતનાં બ્રાન્ડ એમ્બેસેડર અમિતાભ બચ્ચનનાં અવાજ અને અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સોમનાથ મંદિર પર પ્રકાશ અને અવાજથી તેનો ઇતિહાસ ઉજાગર થાય તેવો આ શો લોકોમાં એક નઝરાણું બનશે તેવી આશા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

 
મુખ્યમંત્રીએ સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન  કેશુભાઇ પટેલનાં માર્ગદર્શન હેઠળ પ્રભાસક્ષેત્રનાં થઇ રહેલા વિકાસ કાર્યોની સરાહનાં કરી હતી. સોમનાથ આવતા યાત્રાળુઓ અચુક આ શો નિહાળે તેવો અનુરોધ પણ કર્યો હતો. સોમનાથ લાઇટ એન્ડ શોનું આલેખન પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ કર્યું છે. અરબી સમુદ્ર સોમનાથનાં ઇતિહાસનો સાક્ષી રહ્યો છે. તેની વર્ણનગાથા સમુદ્ર રજૂ કરે છે તે રીતનાં આ શોમાં સોમ દ્વારા મંદિર નિર્માણ ત્યાર પછી જુદા-જુદા યુગમાં મંદિર નિર્માણ, શ્રી કુષ્ણકથા, સોમનાથનો સુર્વણકાળ, વિર્ધમીઓનું આક્રમણ અને સરદારનાં મંદિર નવનિર્માણનાં સંકલ્પ સાથે ચિંરજીવી સંસ્કૃતિની રજૂઆત આકર્ષક રીતે કરવામાં આવી છે. આ પ્રસંગે સ્વાગત પ્રવચન વન અને પ્રવાસન મંત્રી ગણપત વસાવા કર્યું હતું.

ભવ્ય ઐતિહાસીક સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતા લાઇટ એન્ડ સાઉન્ડ શો

અમિતાભ બચ્ચનનાં વોઇસમાં નવીન લાઇટ એન્ડ શો તૈયાર કરવામાં આવેલ છે. પ્રવાસીઓમાં અનોખું આકર્ષણ રહે તેમજ મંદિરના ઇતિહાસ અને ઐતિહાસીક સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારે નવિન અત્યાધુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરાવેલ છે. અગાઉ વર્ષ 2003માં ઓમ પુરીનાં અવાજમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો કાર્યરત હતો. જે બંધ થતાં ‘ખુશ્બુ ગુજરાત કી’ કેમ્પેઇન અંતર્ગત લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કર્યો છે. અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં સ્પેશિયલ ઇફેક્ટ સાથે તૈયાર થયેલ શોમાં ૩ડી પ્રોજેક્સન, મેપીંગ લાઇટિંગ ડિઝાઇનીંગ, 200 લેઝર લાઇટ અને કંટ્રોલ પેનલ સહિત શોનો સમય 35 મિનિટનો છે. 
 
તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
  તસવીરો - રવિ ખખ્ખર, સોમનાથ
 
 
 


(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Light and sound show to be upgraded in 3 D version in Somnath
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended