Home »Saurashtra »Latest News »Junagadh» Kesar Mangoes Are Being Spoiled Due To Summer At Junagadh

જૂનાગઢ: કાળઝાળ ગરમી પડતાં કેસર કેરીને નુકસાન, ચાંદા પડી ગયા

Bhaskar News, Junagadh | Apr 16, 2017, 01:45 AM IST

જૂનાગઢ:ચાલુ વર્ષે કેસર કેરીનો ફાલ ચાર તબક્કામાં આવ્યો હતો. તેમજ વાતાવરણ અનુકુળ હોવાનાં કારણે ખેડૂતોને સારા ઉત્પાદનની આશા હતી. સોરઠમાં છેલ્લા પાંચ દિવસથી સતત ગરમી પડી રહી છે. ગરમીનાં પરિણામે બાગાયતી પાકને સીધી અસર થઇ છે. કેસર કેરીનો પાક તૈયાર થઇ રહ્યાં છે.ત્યારે અચાનક ગરમી પડતા કેરીમાં ચાંદા પડી રહ્યાં છે. જે કેરીમાં ચાંદા પડે તે કેરી બીજા દિવસે ખરી પડે છે. કેરી ખરવા લાગી હોય ખેડૂતોને નુકશાન થઇ રહ્યું છે. જોકે મોટા ભાગનાં બગીચાનાં ઇજારા આપી દેવામાં આવ્યા હોય વેપારીઓને પણ નુકશાની વેઠવાનો સમય આવ્યો છે. આ ઉપરાંત તરબુચનાં પાકને પણ અસર થઇ છે. ગરમીનાં કારણે   તરબુચ અંદરથી બગડી રહ્યાં છે.
 
રોજ કેરી ખરી રહી છે
 
ઉમરેઠીનાં ખેડુત રામભાઇ બારડે જણાવ્યું હતું કે, ગરમી પડતા કેરીમાં ચાંદા પડી જાય છે. ચાંદા પડી જતા કેરી ખરી જાય છે. રોજે કેરી ખરી રહી છે. તેમજ પાણી પણ ઘટી રહ્યું છે.હાલ કેરીને પાણીની જરૂર છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kesar Mangoes are being spoiled due to summer at Junagadh
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended