Home »Saurashtra »Latest News »Junagadh» Junagadh In Now 30 Km Speed Forest Train Running

જૂનાગઢ: જંગલમાં ટ્રેન 30 કિમીની ઝડપથી ચલાવાશે

Bhaskar News, Junagadh | Mar 06, 2017, 02:24 AM IST

  • જૂનાગઢ: જંગલમાં ટ્રેન 30 કિમીની ઝડપથી ચલાવાશે,  junagadh news in gujarati
જૂનાગઢ: જંગલમાં રેલ્વે ટ્રેક ઓળંગતી વખતે વન્ય પ્રાણીઓ ટ્રેનની હડફેટ ચઢી જતા હોય છે. રેલ્વે ટ્રેક પરથી પસાર થતા આવા પ્રાણીઓની સલામતી માટે 30 કિમી પ્રતિ કલાક અથવા તેનાથી ઓછી સ્પીડે ટ્રેન ચલાવવા અંગે ચર્ચા થઇ હતી. આ ઉપરાંત ખેતરની ફરતે ગેરકાયદે વીજ શોક મુકનાર સામે વન્ય પ્રાણી સંરક્ષણ કાયદા તથા પીજીવીસીએલની સંયુક્તમાં કાર્યવાહી થશે.
 
ટ્રેક ક્રોસ કરતા સિંહ તથા અન્ય પ્રાણીઓ ટ્રેન હડફેટ ચઢી જતા હોય છે
 
જૂનાગઢમાં શનિવારના રોજ વન વિભાગ, પોલીસ,ફોરેસ્ટ,પીજીવીસીએલ સહિતના વિભાગની મંથલી મોનીટરીંગ મીટીંગ યોજાઇ હતી. આ મીટીંગમાં રેવન્યુ વિસ્તારમાં ફરતા સિંહોની સલામતી અંગે ચર્ચા થઇ હતી. આ ઉપરાંત જંગલ વિસ્તારમાં રાત્રી દરમિયાન રેલ્વે ટ્રેક ક્રોસ કરતા સિંહ તથા અન્ય પ્રાણીઓ ટ્રેન હડફેટ ચઢી જતા હોય છે.તો આવા વન્યપ્રાણીઓની સલામતી માટે જંગલ વિસ્તારમાં રાત્રે પસાર થતી ટ્રેનની ઝડપ 30 કિમી કે તેથી ઓછી રાખવા અંગે ચર્ચા કરાઇ હતી
 
ખેડુતો તેના પાક ફરતે ગેરકાયદે વીજશોક મુકતાં હોય છે
 
આ ઉપરાંત કેટલાક ખેડુતો તેના પાક ફરતે ગેરકાયદે વીજશોક મુકતાં હોય છે. જેમાં ઘણા વન્ય પ્રાણીઓ વીજ શોકનો ભોગ બની જતા હોય છે. આ બાબતને ધ્યાનમાં લઇ હવેથી આવા ગેરકાયદે વીજ શોક મુકનાર પર વન્ય સંરક્ષણ ધારા હેઠળ કાર્યવાહીની સાથે પીજીવીસીએલ પણ ગેરકાયદે વીજલાઇન લેવા મુદ્દે કાર્યવાહી કરશે આ મીટીંગમાં જૂનાગઢ વનવિભાગના ગીર પશ્ચિમ ના નાયબ વન સંરક્ષક પ્રદિપ સિંહ,રેલ્વે ડિવિઝન ભાવનગરના અધિકારીઓ,પીજીવીસીએલના અધિકારીઓ હાજર રહ્યા હતા.
 
પરપ્રાંતિય મજુરોની પોલીસમાં ઓછી નોંધ થાય છે
 
પરપ્રાંતથી આવતા મજુરો ભુતકાળમાં વન્યપ્રાણીઓના શિકાર કરતા ઝડપાઇ ગયા છે. જોકે આવા પરપ્રાંતિય મજુરોની પોલીસ ચોપડે નોંધ ખુબ જ ઓછી થતી હોય છે. જેથી મીટીંગમાં પરપ્રાંતિય મજુરો તથા ખેતમજુરની નોંધણીની જે તે પોલીસ સ્ટેશનમાં કડક રીતે કરવા ચર્ચા થઇ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Junagadh in Now 30 km speed forest train running
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended