Home »Saurashtra »Latest News »Junagadh» Junagadh Have Marketing Yard Selling Of Wheat

આજથી ટેકાનાં ભાવે ઘઉંની ખરીદી, 5 મણે 1625 મળશે,ગોડાઉનની વ્યવસ્થા નથી

Bhaskar News, Junagadh | Mar 15, 2017, 01:29 AM IST

  • આજથી ટેકાનાં ભાવે ઘઉંની ખરીદી, 5 મણે 1625 મળશે,ગોડાઉનની વ્યવસ્થા નથી,  junagadh news in gujarati
જૂનાગઢઃજૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં 15મી માર્ચથી ઘઉંની ખરીદી ટેકાનાં ભાવે થશે. જેમાં ખેડૂતોને પાંચ મણે 1625 રૂપિયા સુધીનો ભાવ મળશે. ખરીદનાર નિગમ બોર્ડ પાસે ગોડાઉનની વ્યવસ્થા નથી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે, નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાનાં ભાવે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી થયેલા યુનિફોર્મ સ્પેશીપેકશન મુજબ ગુણવતા ધરાવતા ઘઉંની ખરીદી થશે. 100 કિલોનાં 1625 રૂપિયાનો ભાવ મળશે. ખેડૂતોએ જે તે ગોડાઉન પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

ખરીદીનો સમયગાળો તા. 15 માર્ચથી 31મે 2017 સુધીનો રહેશે. ખેડૂતોએ ચાલુ વર્ષનાં 7-12નાં દાખલા, વાવેતર નોંધણી, બેંકનાં ખાતાની પાસ બુક વગેરેની નકલ સાથે માર્કેટીંગ યાર્ડ અને ગોડાઉન મેનેજરનો સંપર્ક કરવાનો રહેશે. જિલ્લા પુરવઠા નિગમ દ્વારા ઘઉંની ખરીદી કરવામાં આવવામાં હોવાથી જિલ્લાનાં તમામ તાલુકામાં ગોડાઉન ભાડે રાખવાની જરૂરીયાત રહેશે. વૈજ્ઞાનિક ઢબે ઘઉંનો જથ્થો સંગ્રહ કરી શકાય તેવા ગોડાઉન ભાડે આપવા માંગતા આસામીઅોએ ગાંધીચોક ખાતેની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. 15મી માર્ચથી ઘઉંની ખરીદી કરવામાં આવશે, પરંતુ ગોડાઉનની વ્યવસ્થા નથી.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Junagadh have marketing yard selling of wheat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended