Home »Saurashtra »Latest News »Junagadh» In Run-Up To Gujarat Polls, BJP To Hold Brainstorming Session In Somnath At Junagadh

સોમનાથમાં ભાજપ પ્રદેશ કારોબારી, શાહની હાજરીમાં 150+ની ઘડાશે રણનીતિ

Sarman Ram, Somnath | Apr 22, 2017, 04:23 AM IST

  • સોમનાથમાં પ્રદેશ કારોબારીને લઇને ભાજપ મય માહોલ બન્યો છે
જૂનાગઢ:  સોમનાથમાં ભાજપ પ્રદેશ કારોબારીનો પ્રારંભ થયો છે. બપોરે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ના. મુખ્યમંત્રી નિતીન પટેલનું ધમાલ નૃત્ય સાથે સ્વાગત કરાયું હતું. પછી યુપીમાં ૩૨૫ બેઠક મેળવી એ રીતે ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં ૧૫૦ થી વધુ બેઠકો મેળવવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.  કારોબારીમાં આજે અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.
 
પ્રારંભમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ સ્વાગત કર્યુ હતું. કારોબારીમાં પ્રદિપસિંહ જાડેજાએ રાજકીય પ્રસ્તાવ રજુ કર્યો હતો. ૧૫૦ થી વધુ બેઠકથી જનતા ભાજપને જીતાડશે એવો વિશ્વાસ કારોબારીમાં વ્યકત કરાયો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે, રામ મંદિર નિર્માણની શરૂઆત સોમનાથ મંદિરથી થઇ હતી. અને આજે ફરી દેશનાં કરોડો લોકો રામ મંદિર બને એમ ઇચ્છે છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાનાં સાનિધ્યમાં આ કારોબારી મળી છે. ત્યારે આજે  સોમનાથમાં પ્રાર્થના કરીએ કે સર્વધર્મ સમભાવ સાથે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ઝડપથી થાય.
 
ઉના કાંડ, સૌરાષ્ટ્રની 58 બેઠકો અંકે કરવા કારોબારી માટે સોમનાથની પસંદગી કરાઈ
 
થોડા મહિના પહેલાં ગિર-સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકામાં ગૌરક્ષકો દ્વારા દલિતોને માર મારવાની ઘટના બની હતી. જેને પગલે દેશ આખાનાં રાજકીય પક્ષોનાં નેતાઓ ત્યાં દોડી આવ્યા હતા. આ ઘટના બાદ દલિતો ભાજપથી નારાજ છે. તો બીજી તરફ વિકાસનાં કામો ગામડાં સુધી પહોંચ્યા હોવાનો અહેસાસ હજુ સુધી ખેડૂતોને થયો નથી. સૌરાષ્ટ્રની 58 વિધાનસભા બેઠકો અંકે કરવા અને સોરઠની 10 બેઠકો પરથી કોંગ્રેસનું વર્ચસ્વ તોડવા ભાજપે આ વખતે સોમનાથમાં પ્રદેશ કારોબારીની બેઠક યોજી છે. ગત જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સૌરાષ્ટ્રમાં ભાજપનો ભારે રકાસ થયો હતો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પાટીદાર અનામત આંદોલનને પગલે કોંગ્રેસનાં ખોળામાં આવી ગઇ હતી. સૌરાષ્ટ્રની બેઠકોમાં ખેડૂતોને પાણી-પોષણક્ષમ ભાવનાં પ્રશ્ને અસંતોષ છે. આ એન્ટી ઇન્કમ્બન્સી 150 થી વધુ બેઠકો તો ઠીક જરૂરી બહુમતી મેળવવામાં પણ નડી શકે એવાં પાસાં છે. આથી તેને ખાળવા ભાજપે વિકાસની સાથે ધર્મ અને જાતિવાદનાં મિશ્રણનાં આધારે રણનિતીનો વ્યૂહ અપનાવ્યો છે.
 
સૌરાષ્ટ્ર પ્રદેશમાં ફેલાયેલી પાટીદાર અનામતની હવાએ ખાંચો પાડી દીધો’તો

ગુજરાત આખામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આનંદીબેનની આગેવાનીમાં ભાજપનો દબદબો રહ્યો હતો ત્યારે સૌરાષ્ટ્રની 58 વિધાનસભા બેઠકોના વિસ્તારમાંજ ખાંચો પડી ગયો હતો. આમ પાટીદારોને ભાજપ તરફ વાળવાની મોટી જવાબદારી પણ પ્રદેશનાં નેતાઓનાં શિરે છે.
 
વ્યૂહાત્મક ફેરફારની શક્યતા
ભાજપને વિધાનસભાની ચૂંટણી જીતવામાં ગ્રામ્ય વિસ્તારો અને પાટીદાર ફેક્ટર સૌથી વધુ નડી શકે એમ હોઇ કશીક વ્યૂહાત્મક તજવીજ વિના પાસું પલ્ટી જાય એવી સંભાવના પણ નહીંવત છે. કદાચ આથીજ તાજેતરમાં સુરત આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓવર કોન્ફીડન્સમાં ન રહેવાની સલાહ આપી હોઇ શકે.

 
આગળની સ્લાઇડ્સમાં વાંચોઃ  વાઘેલા જ કોંગ્રેસને નબળી પાડવા નીકળ્યા છે: રૂપાણી
 
તસવીરો - મેહુલ ચોટલીયા, સોમનાથ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: In run-up to Gujarat polls, BJP to hold brainstorming session in Somnath at Junagadh
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended