Home »Saurashtra »Latest News »Junagadh» Illegal Mineral Stealing At Una

ઉના-ગીરગઢડા પંથકમાં બેફામ રેતી અને ખનીજ ચોરી, તંત્ર સાવ ઉંઘમાં

Bhaskar News, Una | Apr 20, 2017, 23:47 PM IST

  • ઉના-ગીરગઢડા પંથકમાં બેફામ રેતી અને ખનીજ ચોરી, તંત્ર સાવ ઉંઘમાં,  junagadh news in gujarati
ઊના:ઊનાનાં અંજાર રોડ મચ્છુન્દ્રી નદીમાં રેતી ચોરી રાજકીય નેતાઓનાં લાગતા વળગતા માથાભારે શખ્સો કરતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ નગરપાલિકાના મહીલા સરસ્ય પતિ શાહબુદીન દલે કર્યો છે. બિનકાયદેસર રીતે હજારો ટન મોઢે રેતી ચોરી કરી નદીમાં મોટા ભયંકર ખાડાઓ કરી નગરપાલિકાના કુવાની આજુ બાજુમાંથી તેમજ ધુના નામની જગ્યામાંથી રેતી કાઢી લેતા હોવાના કારણે નદીકાંઠા વિસ્તારમાં આવેલ ફળદુપ જમીનોના ધોવાણ થતાં હોય છે. અને નદી કાંઠાના પાણીના કુવાઓના પાણી ખેચાંઇ જવાના કારણે ઊનાળામાં પાણીની સમસ્યા સર્જાશે.
 
ઊનાના રાજકીય આગેવાનોના સગા સબંધીઓ કાંઠે બેસી લીઝના નામે રૂ.200નો તોડ ખનિજ ભરનારા પાસે તોડ કરી રેતી વેચવાનો ધંધો કરે છે. અને ઉલ્ટા ચોર કોટવાળને દાઢે તેવી જનતાની પરિસ્થિતી ઊભી કરે છે. આ ઉપરાંત સીલોજ ગામની સીમમાં આવેલ ગૌચર સર્વ નં. 83માં બીન અધિકૃત રીતે ખનન કરી પથ્થરો કાઢી લાખો રૂપિયાના બારોબાર વહેચી મારી ખનિજ ચોરી કરી રહ્યા છે આવા ખાણ ચલાવનાર માથા ભારે ઝનુની લોકો રાજકીય માથાઓનાં ઊપયોગ કરી રહ્યા છે અને તેમના વિરૂધ્ધ ફરીયાદ કરી શક્તા નથી આમ ઊનાની મચ્છુન્દ્રી નદીમાં રેતી અને સીલોજ ગામે વ્હાઇસ્ટોન ખનિજ ચોરી અટકાવવા ખાણ ખનિજ અધિકારી વેરાવળને રજુઆત કરી આવી ગેરકાયદેસર પ્રવૃતી તાત્કાલીક બંધ કરવા માંગણી કરી છે.
 
ચોરી પકડવાનું  ખાણખનિજ  વિભાગનું કામ : ડે.કલેકટર
 
ઊના - ગીરગઢડા  પંથકમાં  રેતી અને ખનિજ ચોરી  બેફામ થઇ રહી હોય આ અંગે ડે.કલેકટર પ્રજાપતિ ને પુછતા  આ દુષણને ડામવા માટે ખાણખનિજ  વિભાગ છેજ. જોકે અમે પણ કરી શકીએ છીએ. પરંતુ અમારી પાસે ઘણા કામો હોય કેટલી જગ્યાએ પહોંચી શકીએ. તેમ છતાં સમયાંતરે  ખનિજ ચોરી અટકાવવા  પ્રયત્નો કરતા રહીએ છીએ એમ જણાવ્યું હતું.
 
ધોકડવાની  રાવલ નદીમાંથી  પણ બેફામ ચોરી

ગીરગઢડાનાં  ધોકડવા  ગામે રાવલ નદીમાંથી  પણ રાત્રીનાં  બેફામ રેતી ચોરી થઇ રહી છે. અગાઉ ચોરી અટકાવવા ગયેલા તત્કાલીન  ડે.કલેકટર  હુમલાનો  બનાવ પણ બન્યો હતો. આ ખનિજ ચોરીથી  ખેતી અને જમીનને  વ્યાપક નુકસાન થઇ રહયો હોવાનું આગેવાન  બાબુભાઇ  ભગવાનભાઇ  માળવીએ  જણાવી કાયમી ધોરણે આ દુષણ તંત્ર દ્વારા બંધ કરાવવામાં  આવે તેવી માંગણ કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Illegal mineral stealing at Una
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended