Home »Saurashtra »Latest News »Junagadh» Iconic Bus Terminal Cost Of 200 Crore Rupees To Be Built At Junagadh

જૂનાગઢ: 200 કરોડનાં ખર્ચે બનશે આઇકોનીક બસ ટર્મીનલ, હશે અલગ જ ઠાઠ!

Bhaskar News, Junagadh | Apr 21, 2017, 02:05 AM IST

  • રાજકોટમાં આ પ્રકારનું આઇકોનીક બસ ટર્મીનલ બનાવવાામાં આવી રહ્યું છે
જૂનાગઢ:જૂનાગઢનાં મોતીબાગ પાસે એસટી વિભાગની જગ્યામાં નવુ બસ સ્ટેશન બનશે. હયાત ક્વાટર્સ પાડી નાખવામાં આવશે અને તેની જગ્યાએ નવુ બસ સ્ટેશન બનશે. પીપીપી યોજના હેઠળ બસ સ્ટેશન બનશે. મોતીબાગ ખાતે અંદાજીત રૂપિયા 200 કરોડનાં ખર્ચે આઇકોનીક બસ સ્ટેશન ટર્મીનલનું નિર્માણ થશે. મોતીબાગે અંદાજે 54 હજાર ચોરસ મીટરમાં બાંધકામ થશે. જેમાં બસ ટર્નીનલ, વિભાગીય કચેરી, ડેપો મેનેજર, કોમર્શીયલ બાંધકામનો સમાવેશ થશે. બસ સ્ટેશનમાં વહીવટી ઓફીસ,પાર્સલ તથા સ્ટોર રૂમ, રેસ્ટ રૂમ, જનરલ બેઠક વ્યવસ્થા, લેડીઝ બેઠક વ્યવસ્થા, કેન્ટીન,વોટર રૂમ સહિતની સુવિધાઓ હશે.
 
હયાત બસ સ્ટેશન પાસે ટ્રાફિક ઘટશે
 
મોતીબાગ ખાતે બસ સ્ટેશન ખસેડવાથી હયાત બસ સ્ટેશન પાસે ટ્રાફિક ઘટશે. હાલ અહી એસટીની અવરજવરનાં અહીં ટ્રાફિક થાય છે.
 
જુના બસ સ્ટેશન ખાતે ક્વાટર્સ બનશે
 
મોતીબાગમાં એસટીનાં કર્મચારીઓનાં ક્વાટર્સ આવેલા છે. નવું બસ સ્ટેશન બનતા તે તોડી પાડવામાં આવશે. જુના બસ સ્ટેશન પાસે ક્વાટર્સ બનાવવામાં આવે તેવી ચર્ચા છે. જોકે આ મુદે હજુ કોઇ સ્પષ્ટતા થઇ નથી.

આગળ જુઓ વધુ તસવીર...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Iconic Bus Terminal cost of 200 crore rupees to be built at Junagadh
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended