Home »Saurashtra »Latest News »Junagadh» Bangladeshi Girl Rape Case In Arrested 3 Including Women And Ahmedabad Broker

બાંગ્લાદેશી સગીરા પ્રકરણમાં મહિલા, અમદાવાદના દલાલ સહિત 3 ઝડપાયા

Bhaskar News, Junagadh | Mar 20, 2017, 00:22 AM IST

  • પોલીસ દુષ્કર્મ કરનાર 6 શકમંદોની પણ સઘન પુછપરછ કરી રહી છે
જૂનાગઢ:બાંગ્લાદેશી સગીરાને માંગરોળમાં લાવી દેહ વ્યાપારનો ધંધો કરાવાની ઘટનામાં પોલીસે ધંધો ચલાવનાર મહિલા દલાલ,અને બે સપ્લાયર્સ મળી ત્રણ લોકોને ઝડપી લીધા હતા. સગીરા સાથે દુષ્કર્મ કરનાર 6 શકમંદ શખ્સોને પણ પોલીસે ડિટેઇન કરી પુછપરછ હાથ ધરી છે. સગીરાને બાંગ્લાદેશથી ભારત,ત્યાંથી મુંબઇ અને અમદાવાદ સુધી લાવનાર શખ્સોને ઝડપી લેવા અલગ અલગ ટીમ બનાવી આગળની કવાયત હાથ ધરી છે.
 
માંગરોળના 6 શખ્સે તેના પર દુષ્કર્મ થયાનું જણાવ્યું
 
બનાવની પ્રાપ્ત વિગત મુજબ માંગરોળના બસ સ્ટેન્ડથી મળી આવેલી સગીરાને માંગરોળ પોલીસે પ્રથમ જૂનાગઢ શીશુમંગલ સંસ્થામાં મોકલી આપી હતી. શીશુમંગલના સ્ટાફે દુભાષીયાની મદદથી સગીરાની પુછપરછ કરતા સગીરા મુળ બાંગ્લાદેશની હોવાનું અને માંગરોળની મહિલા વર્ષા નિતિન લોહાણા દેહ વ્યાપારનો ગોરખધંધો કરાવતી હોવાનું અને માંગરોળના 6 શખ્સે તેના પર દુષ્કર્મ થયાનું જણાવ્યું હતુ.સમગ્ર ઘટનાની જાણ થતા માંગરોળ પોલીસે ગુનો નોંધ્યો હતો. બનાવની ગંભીરતાને લઇ એસપી નિલેશ જાજડીયાએ તપાસ તુરંત જ એલસીબી પીઆઇ એન.કે વ્યાસને સોપી હતી.
 
આ નેટવર્ક રાજ્યવ્યાપી હોવાનું જણાય છે
 
એલસીબી,એસઓજીપીઆઇ ડી.બી.બારડ,મહિલા પીએસઆઇ કે.એ.જાડેજા,માંગરોળ પીએસઆઇ જે.આર.કરોતરા વગેરેએ અલગ અલગ ટીમ બનાવી દલાલ વર્ષા નિતિન લોહાણા,અમદાવાદના સપ્લાયર્સ રાજુ ઉર્ફે શ્રીકાંત અજીત મંડલ અને જીવણ ખીમા મોઢા વગેરેને ઝડપી લીધા હતા.આ ઉપરાંત દુષ્કર્મ કરનાર 6 શકમંદોને ડિટેઇન કરી પુછપરછ હાથ ધરી છે. માંગરોળમાંથી બાંગ્લાદેશી સગીરા મળી આવ્યા બાદ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય આ નેટવર્ક રાજ્યવ્યાપી હોવાનું જણાય છે.
 
સગીરાના કપડા,સ્થળ પરથી મળેલી ચીજો એફએસએલમાં મોકલાઇ
 
સગીરા પર ખરેખર કેટલા લોકોએ દુષ્કર્મ આચર્યું છે,તેની સાથે બળજબરી કરી છે કે કેમ વગેરે અંગે માહિતી મેળવવા સગીરાના કપડા,દુષ્કર્મની જગ્યા પરથી મળી આવેલી શંકાસ્પદ ચીજને એફએસએલમાં મોકલી અપાઇ છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો,24થી વધુ સગીરા ગોરખધંધામાં ફસાયી હોવાની શંકા...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bangladeshi girl Rape case in arrested 3 including women and Ahmedabad broker
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended