Home »Saurashtra »Latest News »Junagadh» વિસાવદરનાં સુખપુરના પાદરમાં દીપડાએ હુમલો કરતા પ્રૌઢ ઘાયલ

વિસાવદરનાં સુખપુરના પાદરમાં દીપડાએ હુમલો કરતા પ્રૌઢ ઘાયલ

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:20 AM IST

  • વિસાવદરનાં સુખપુરના પાદરમાં દીપડાએ હુમલો કરતા પ્રૌઢ ઘાયલ,  junagadh news in gujarati
વિસાવદરતાલુકાના સુખપુર ગામના પાદરમાં ખેતી અને મકાન ધરાવતા ખેડુત બુધવારનાં રાત્રીના ખેતરમાં ખેતી કામ કરી રહ્યા હતા. તેવામાં અચાનક મકાઇમાંથી નિકળેલા ઠુમલા ખોર દિપડાએ ખેડુતને પેટમા, માથામાં, હાથમા ગંભીર ઇજાઓ કરતા સારવાર માટે વિસાવદર બાદમાં વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની પ્રાપ્ત વિગતો પ્રમાણે ગામના પાદરમાં ખેતી ધરાવતા મધુભાઇ સમજુભાઇ રામાણી (ઉ.વ55) સાંજના સમયે નિરણ વાઢવાનું કામ કરતા હતા. તેવામાં અચાનક નિરણમાંથી નિકળેલા દિપડાએ ખેડુત મધુભાઇને પેટના ભાગે બચકા ભરી એક પંજો ગળા પર રાખી દિધો હતો. અને બીજો પંજો મધુભાઇએ તેના હાથમાં પકડી લેતા દિપડાએ ભાગવુ પડયું હતું.

પરંતુ ઇજાગ્રસ્ત મધુભાઇને પેટમાં, ગળામાં અને હાથમાં ઇજાઓ થઇ હતી. જેની સારવાર વિસાવદર બાદ જૂનાગઢ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રથમ વિસાવદર અને ત્યાંથી જૂનાગઢ સારવારમાં ખસેડાયા

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: વિસાવદરનાં સુખપુરના પાદરમાં દીપડાએ હુમલો કરતા પ્રૌઢ ઘાયલ
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended