Home »Saurashtra »Latest News »Jamnagar» Snehal Mansukhbhai Gohel Would Sell Fragrance Sticks After School

પિતાના શબ્દોથી ગુજરાતીના જીવનમાં આવ્યો ટર્નિંગ પોઇન્ટ, વિશ્વમાં ગુંજે છે નામ

Mahendrasinh Jadeja, Jamnagar | Apr 25, 2017, 02:10 AM IST

  • સ્નેહલભાઇ મનસુખભાઇ ગોહેલે સ્કૂલેથી છૂટી અગરબત્તી વેચતા હતા
જામનગર:કોઇ ચોક્કસ પોઝિશનથી  શિખામણ આપતા લોકોની વાતો સાંભળી સામેની વ્યક્તિ ક્યારેક કંટાળો અનુભવે છે, પરંતુ જામનગરના શિવ ઓમ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના માલિક સ્નેહલભાઇ સાથે વાર્તાલાપ થાય ત્યારે તેમની દરેક વાતમાં કઠોર પરિશ્રમ અને વાસ્તવિક્તાની ઝલક જોવા મળે છે. બાળપણમાં સ્કૂલેથી છૂટીને અગરબત્તી વેચવાનું કામ કરનાર આ યુવકે પોતાની સૂઝબૂઝથી બ્રાસપાર્ટના ઉદ્યોગમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે એટલું જ નહીં વિશ્વભરમાં ડંકો વગાડ્યો છે તેવું કહેવામાં પણ અતિશયોક્તિ નથી.
 
સવારે સ્કૂલ અને બપોર પછી અગરબત્તી-મીણબત્તી વેચવાનું શરૂ કર્યું
 
જામનગરના દરેડમાં આવેલી શિવ ઓમ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝના સંચાલક સ્નેહલભાઇ મનસુખભાઇ ગોહેલ (ઉ.વ.41) એક સામાન્ય પરિવારની વ્યક્તિ હતી, પિતા બ્રાસપાર્ટનું ટ્રેડિંગ કરી પરિવારનું વહન કરતા હતા. સ્નેહલભાઇ ધોરણ 7માં અભ્યાસ કરતા હતા ત્યારે તેમના એક કુટુંબીજને કાર લીધી હતી, એ કાર જોયા બાદ બાળક સ્નેહલને પણ કાર લેવાની ઝંખના જાગી હતી, કાર કેટલાની આવે, આપણે લઇ શકી કે કેમ, તેવો બાળસહજ પ્રશ્ન પિતાને પૂછ્યો, પિતાએ પણ પૈસાનું મહત્ત્વ સમજાવતા કહ્યું કે, દરરોજ એક રૂપિયો કમાણી કર તો કાર આવે, બસ કદાચ પિતાના આ શબ્દો સ્નેહલભાઇ માટે ટર્નિંગ પોઇન્ટ હતો. એ દિવસથી સવારે સ્કૂલ અને બપોર પછી ઘરે ઘરે જઇ અગરબત્તી-મીણબત્તી વેચવાનું શરૂ કર્યું.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો ઓરડીમાં મશીન મૂકી બ્રાસપાર્ટ બનાવાનું શરૂ કર્યું...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: snehal mansukhbhai gohel would sell fragrance sticks after school
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended