Home »Saurashtra »Latest News »Jamnagar» Medicines Are Not Being Provided In Civil Hospital Of Jamnagar

જામનગર: દવાઓ ન મળતા દર્દીઓની હાલત કફોડી, દર્દીઓને મુશ્કેલી

Frany Karia, Jamnagar | Apr 18, 2017, 02:29 AM IST

જામનગર:જામનગરની જી.જી.હોસ્પિટલમાં તંત્રના પાપે દર્દીઓ હેરાન થઈ રહ્યા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો. દર્દીઓને ડોક્ટરો દ્વારા દવા લખી તો દેવામાં આવે છે. પરંતુ દવાબારીથી જાકારો મળે છે. કારણ કે, દવા બારીએ ડોક્ટરો દ્વારા લખવામાં આવેલી દવા સ્ટોકમાં જ ન હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ફરજિયાત દર્દીઓને બહારથી દવા લેવી પડી રહી છે.
 
આમ તંત્રની આળસ અને બેદરકારીનો ભોગ દર્દીઑ બની રહ્યા છે. હોસ્પિટલમાં એસિડિટી, ડાયાબિટીસ, બીપી, તથા માનસિક બીમારીથી આવતા દર્દીને ડોક્ટર દવા તો લખી આપે છે. જ્યારે દર્દી દવા લેવા દવાબારીએ જાય છે. ત્યારે તેમને નિરાશ થઈ પરત ફરવું પડે છે. દર્દીઓને ફરજિયાત ખાનગી મેડિકલમાથી દવાઓ લેવી પડતી હોય છે. આમ, તંત્રની અણઆવડતના કારણે દર્દી નિરાશ થઈ પરત ફરવું પડતું હોય છે.
 
જરૂરિયાતથી બે ગણી માગણી કરાઇ
 
વર્ષની જરૂરિયાતનો આંકડો મેળવ્યા બાદ આ અંગે એક લિસ્ટ તૈયાર કરાયું હતું. લિસ્ટ તૈયાર થઈ ગયા બાદ તેને સરકાર સમક્ષ મૂકાયું હતું. જેમાં વર્ષની જરૂરિયાતથી બે ગણી માગ કરી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, તે માગણી મુજબનો સ્ટોક ફાળવવામાં આવતો ન હોવાનું જાણવા મળ્યું હતું.
 
તસવીરો: હિરેન હીરપરા
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો માગણી મુજબની દવાઓ આપવામાં આવતી નથી....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Medicines are not being provided in civil hospital of Jamnagar
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended