Home »Saurashtra »Latest News »Jamnagar» Depot Manager And Conductor Audio Clip Viral On Social Media

જામનગર: ડેપો મેનેજરે કંડક્ટરને બેફામ ગાળો ભાંડી, ઓડિયો ક્લિપ વાયરલ

Bhaskar News, Jamnagar | May 19, 2017, 03:29 AM IST

  • જામનગર: ડેપો મેનેજરે કંડક્ટરને બેફામ ગાળો ભાંડી, ઓડિયો ક્લિપ વાયરલ,  jamnagar news in gujarati
જામનગર: એસટી વિભાગમાં અધિકારીઓ દ્વારા કર્મચારીઓ સાથે મનસ્વી વર્તન થતા હોવાના બનાવો અમુક અંશે જ બહાર આવતા હોય છે. મોટાભાગના બનાવો બંધ બારણે  જ સમેટાઇ જતાં હોય છે. જેમાં ધ્રોલ ડેપો મેનેજર દ્વારા કન્ડકટરને ગાળો ભાંડતાે બન્યો છે. ધ્રોલ ડેપોમાં કન્ડકટર તરીકે ફરજ બજાવતા અરવિંદભાઇ કે. પરમાર બુધવારે ધ્રોલ-કાલાવડ-રાજકોટ રૂટની સવારની બસ લઇને નિકળ્યા બાદ અધવચ્ચે રસ્તામાં એકાએક ટીકીટ આપવાનું મશીન બંધ થઇ જતાં આ અંગે ધ્રોલ ડેપો મેનેજર કે.એમ. ડેરૈયાનો ટેલીફોનીક સંપર્ક સાધ્યો હતો અને ટિકિટ મશીન બંધ થયાની જાણ કરી હતી.
 
પરંતુ ડેપો મેનેજરે આ સમસ્યાનું સમાધાન કેમ કરવું તે જણાવવાને બદલે  ગીન્નાયા હતાં અને કન્ડેકટરને ફોન પર બેફામ ગાળો ભાંડી હતી. જેના કારણે કન્ડકટર રીતસર ડઘાઇ ગયો હતો. ડેપો મેનેજરે કન્ડકટરને ફોન પર ભાંડેલ ગાળોની ઓડીયો કલીપર એસટી વિભાગના કર્મચારીઓમાં વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. આેડીયો કલીપ અમદાવાદ વડી કચેરી સુધી પહોચતા આ મામલે તપાસનાે આદેશો છુટયા છે અને આ તપાસ જામનગર વિભાગીય નિયામકને સોપવામાં આવી છે. ત્યારે અન્ય મામલાઓમાં મુકપ્રેક્ષક બની તમાશો નિહાળતા જામનગર વિભાગીય નિયામક આ મામલે શું પગલા લેશે તે જોવાનું રહયું.
 
કન્ડકટર અને ડેપો મેનેજર વચ્ચેની વાતચિત અંશ
 
કન્ડકટર : ટિકિટ મશીન બંધ થઇ ગયું છે
ડેપો મેનેજર : તો તું બજરંગપુર કેમ પડયો રહયો, કાલાવડ કેમ ગયો નહીં
કન્ડકટર : પણ સાહેબ ટિકિટ નીકળતી જ નથી.
ડેપો મેનેજર : .....ટીકિટ મશીન બંધ થઇ ગયું હતું, બસ થોડી બંધ થઇ હતી!
કન્ડકટર : તમને જાણ કર્યા વગર થોડું જવાય
ડેપો મેનેજર : ....શા માટે પડયો રહયો છો, મશીન મોકલાવ્યું છે, એક કિલોમીટરનો ફેરો રદ્દ ન થવો જોઇએ, ગમે તેટલો સમય લાગે. મને હવે ફોન ન કરતા, તારે કયાં જવાનું હોય અત્યારે.
કન્ડકટર : હ, હેલો, કાલાવડ
ડેપો મેનેજર : શું હ,હ, કરશ, હવે તારે કાલાવડ નહીં રાજકોટ જવાનું છે, ત્યાર બાદ કાલાવડ જવાનું છે.
કન્ડકટર : પણ સાહેબ
ડેપો મેનેજર : ....હું તને કઉં એમ કર, તારે જોવાનું છે કે, મારે રાત્રે ગમે તેટલા વાગે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Depot manager and conductor audio clip viral on social media
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended