Home »Saurashtra »Latest News »Jamnagar» Railway Over Bridge And Under Bridge To Be Inaugurated By CM Vijay Rupani

જામનગર: કરોડોના ખર્ચે તૈયાર થયા રેલવે ઓવરબ્રિજ-અંડરબ્રિજ, CM કરશે લોકાર્પણ

Frany Karia, Jamnagar | Apr 21, 2017, 01:25 AM IST

  • 8 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો અંડરબ્રિજ
જામનગર:જામનગરમાં અંધાશ્રમ પાસે બનાવવામાં આવેલા ઓવરબ્રિજનું કામ વર્ષો સુધી ચાલ્યા બાદ અંતે તૈયાર થઇ જતાં આગામી તા.28ના મુખ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે, તેમજ સત્યમ કોલોની પાસેના અંડરબ્રિજને ખુલ્લો મુકાશે અને આજી-3 ડેમથી ખીજડીયા સુધીની પાઇપ લાઇનનું ખાત મૂહુર્ત કરવામાં આવશે. મુખ્ય મંત્રી આવી રહ્યા હોઇ શહેર ભાજપમાં દોડધામ મચી ગઇ છે.  જામનગરથી ખંભાળીયા હાઇવે તરફ જવા દિગ્જામ સર્કલ થી એરોડ્રામ તરફ અંધાશ્રમ પાસે આવેલા રેલ્વે ફાટકને કારણે આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પસાર થતાં વાહનોને ફાટક બંધ હોય ત્યારે લાંબો સમય ઉભુ રહેવું પડતું હતું અને ટ્રાફિકજામ સહિતની સમસ્યા સર્જાતી હતી.
 
મુખ્યમંત્રીના હસ્તે ઓવરબ્રિજને ખુલ્લો મુકવામાં આવશે
 
મહાનગર પાલિકાએ અા સમસ્યાના નિવારણ માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી વિકાસ યોજના અને જી.યુ.ડી.સી. ગ્રાન્ટ અંતર્ગત ખંભાળીયા રોડ ઉપર અંધાશ્રમ પાસે રૂ.65.29 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું અઢીવર્ષ પૂર્વે ચાલુ કરાયું હતું. રેલ્વે તંત્રની આડોળાઇને કારણે છેલ્લા નવેક મહિનાથી કામની ગતિ ધીમી પડી હતી અને પુલનો ક્યારે પ્રારંભ થશે તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાઇ રહ્યા હતા. અંતે ઓવરબ્રિજ તૈયાર થઇ જતાં આગામી તા.28ના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે આ ઓવરબ્રિજને ખુલ્લો મુકવામાં આવશે.
 
તસવીર: હિરેન હીરપરા
 
ભાજપે તૈયારીઓ શરૂ કરી આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Railway Over bridge and Under bridge to be Inaugurated by CM Vijay Rupani
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended