Home »Saurashtra »Latest News »Jamnagar» દાંતા ગામમાં કામ શરૂ કરાવનાર સભ્યને ધમકી

દાંતા ગામમાં કામ શરૂ કરાવનાર સભ્યને ધમકી

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:15 AM IST

  • દાંતા ગામમાં કામ શરૂ કરાવનાર સભ્યને ધમકી,  jamnagar news in gujarati
ખંભાળિયાનાદાતામાં લાઈનનું કામ બંધ કરાવવાના મુદ્દે ચાર શખ્સોએ કામ શરૂ કરવાનાર દાંતા ગામપંચાયતના સભ્યને તથા જેસીબીના ડ્રાઈવરને માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.

ખંભાળિયા તાલુકાના દાતા ગામમાં સરકારની ચૌદમા નાણાપંચની યોજના હેઠળ પાણીની પાઈપલાઈન મંજૂર કરવામાં આવી હતી તેના માટે જેસીબી દ્વારા દાતામાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. સ્થળે બુધવારે બપોરે ધસી આવેલા દાતા ગામના નરેન્દ્રસિંહ હેમુભા જાડેજા, ભાવુભા હેમુભા, વિક્રમસિંહ હેમુભા તથા દીપસિંહ હેમુભા જાડેજા નામના ચાર શખ્સોએ કામ બંધ કરી દેવા માટે કહી ધમાલ મચાવી હતી. શખ્સોએ જેસીબીના ચાલકને ગાળો ભાંડી ધોકા વડે માર માર્યો હતો અને કામ ચાલુ કરશો તો મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. બનાવની દાતા ગ્રામપંચાયતના સભ્ય જેઠાભાઈ ભીમાભાઈ માયાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પીએસઆઈ એલ.કે. રાણાએ ગુન્હો નોધી કાર્યવાહી હાથ ધરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: દાંતા ગામમાં કામ શરૂ કરાવનાર સભ્યને ધમકી
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended