Home »Saurashtra »Latest News »Jamnagar» જામજોધપુરમાં ઉઘરાણીના પ્રશ્ને યુવાનને મારમાર્યો

જામજોધપુરમાં ઉઘરાણીના પ્રશ્ને યુવાનને મારમાર્યો

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:15 AM IST

  • જામજોધપુરમાં ઉઘરાણીના પ્રશ્ને યુવાનને મારમાર્યો,  jamnagar news in gujarati
જામજોધપુરમાંયુવાન પર ઉઘરાણીના પ્રશ્ને ત્રણ શખ્સોએ હુમલો કરી મારમારતા યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

જામજોધપુર તાલુકાના બેરીસ્ટર ચોકમાં રહેતા જયરાજસિંહ વાઢેરએ જામજોધપુરમાં રહેતા સાહીલ અરવિંદભાઈ જાવિયા પાસેથી હાથઉછીની રકમ લીધી હતી. તે રકમ પરત કરી દીધા પછી પણ સાહીલ, તેના પિતા અરવિંદભાઈ તથા અરવિંદભાઈના મામાએ જયરાજસિંહ પાસે ઉઘરાણી કરી હતી જેની સામે જયરાજસિંહએ પોતે રકમ ચૂકવી દીધાનું તેમજ રૂ.8૦૦ પોતાને લેવાના થતા હોવાનું કહેતા ઉશ્કેરાયેલા ઉપરોકત ત્રણેય શખ્સોએ જયરાજસિંહને લાકડી-પાઈપ વડે માર મારી ફ્રેકચર કરી નાખ્યાની જામજોધપુર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ કરવામાં આવી હતી.

બનાવ અંગે યુવાનના નજીકના વ્યકતીએ જણાવ્યુ હતું કે, શખ્સોને વ્યાજે લીધેલા પૈસા વ્યાજ સહિત પરત આપી દીધા બાદ પણ શખ્સો દ્વારા વ્યાજ બાકી રહેતું હોય તેમ કહી યુવાન પર હુમલો કરી ગંભીર ઇજા પહોચડવામાં આવી હતી. બનાવ અનંગે પોલીસ દ્વારા તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી હતી.

આઠ દિવસ પહેલા બનેલા બનાવ અંગે ફરિયાદ

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: જામજોધપુરમાં ઉઘરાણીના પ્રશ્ને યુવાનને મારમાર્યો
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended