Home »Saurashtra »Latest News »Bhavnagar City» Womens Some Rape Case Complain Wrong: Kajal Oza Vaidhya

મહિલાઓની બળાત્કારની ફરિયાદો કેટલીક તો સાવ ખોટી : કાજલ ઓઝા

Bhaskar News, Bhavnagar | Mar 21, 2017, 03:21 AM IST

ભાવનગર:  બોલ્ડ લેખિકા તરીકે જાણીતા કાઝલ ઓઝા વૈદ્યે ભાવનગર ખાતે મુલકાતમાં જણાવ્યું હતું કે, મહિલાઓ દ્વારા બ‌ળાત્કારની ફરિયાદો કરવામાં આવે છે, તેમાં કેટલીક ફરિયાદ ખોટી હોય છે. ઉપરાંત જ્યારે પણ એકથી વધુ વખત રેપ કર્યાની વાત રજૂ  કરવામાં આવે છે.  ત્યારે તેમાં નક્કી કંઈક ગરબડ હોય છે. કાયદાની કલમોનો પણ દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. શહેરના યુરોલોજીસ્ટ ડો.નિમિત ઓઝાના પુસ્તક માટીનો માણસના િવમોચન પ્રસંગે કાઝલબેન ભાવનગરના અતિથિ બન્યા હતા. 

તેમણે વધુમાં કહ્યું કે, મા-બાપ સંતાનોના જાસૂસ, પોલિસ અને છેલ્લે ન્યાયાધીશ બને છે. ખરેખર તો હાલની પેઢી વધુ હોંશિયાર, પરિપકવ અને પ્રમાણિક છે. વાલીઓએ વિચારવું જોઈએ કે તેઓ જ્યારે 15-17 વર્ષના હતા ત્યારે કંઈ ખબર પડતી ન હતી. તેની સરખામણીએ આ પેઢી ઓછી ઉંમરમાં ઘણું બધું શીખી રહી છે. પોતના દીકરા સાથે મૈત્રીપૂર્ણ વ્યવહારના પ્રશ્નમાં તેમણે આ વાત કરી હતી.

મૂળ ભાવનગરના વતની અને જાણીતા પત્રકાર દિગંત ઓઝાના દિકરી કાજલબેને ઉદ્દઘોષિકા નેહલબેન ગઢવીની ઉપસ્થિતિમાં પોતાના જીવન િવષે વાત કરી કે, આર્થિક જરૂરિયાતને 
લઈને મારા જીવનમાં વળાંક આવ્યો હતો અને હું લોકો સમક્ષ કાઝલ ઓઝા વૈદ્ય બનીને આવી છું. મહિલાઓની ઘર, કુટુંબ, ઓફિસમાં પુરૂષોની સાથે સરખામણી કરવાની વાત જ નથી, કારણ કે મહિલાઓનું ખાસ સ્થાન છે.

સરપંચથી માંડી ધારાસભ્યોમાં પતિદેવનો વહીવટ એટલે...
સ્ત્રીઓ પોતે જ કશું નવું શીખવાની ધગશ રાખતી નથી. કેટલા ટકા મહિલાઓને બેન્કની સ્લિપ ભરતા, પતિનો બિઝનેસ ચલાવતા, પતિના કામ-ધંધા વિષે પૂરી ખબર હોય છે ? પરિણામે સરપંચથી માંડી  ધારાસભ્યો સુધીમાં પતિદેવો વહિવટ કરતાં હોય છે તેવું જોવા મળે છે. સ્ત્રીઓના અલગ કવિ સંમેલન પણ બંધ થવા જોઈએ.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Womens some rape case complain wrong: Kajal oza vaidhya
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended