Home »Saurashtra »Latest News »Bhavnagar City» Two ISIS Agent Comes To Bhavaganar For Investigation

ISISના બન્ને એજન્ટને તપાસાર્થે ભાવનગર લવાયા, લોકોના ટોળેટોળા ઉમટ્યા

Bhaskar News, Bhavanagar | Mar 06, 2017, 10:52 AM IST

ભાવનગર: ભાવનગર અને રાજકોટમાંથી ગુજરાત એટીએસએ ખાસ ગુપ્ત રીતે ઓપરેશન હાથ ધરી રાજકોટ અને ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાંથી ઝડપી પાડેલ ISISના એજન્ટ બંધુઓને પોલીસ અધિકારીઓ આજે ભાવનગર ખાતે વિવિધ તપાસ માટે લાવ્યા હતા. જેમાં મોટા પ્રમાણમાં એટીએસ પોલીસ વિભાગનો સ્ટાફ તથા વાહનો સાથે ભાવનગર એસઓજી પોલીસને સાથે રાખી કેટલાક સ્થળોએ તેને લઇ ગઇ હતી. જયાં પંચનામું તથા કેટલાક વ્યક્તિઓના નિવેદનો લીધા હતા.

રાજયના એટીએસ વિભાગના અધિકારીઓ તથા તેનો ચાલીસેક કર્મચારીઓનો કાફલો આજે સવારે આઇએસઆઇએસની સાથે જોડાયેલ અને ખતરનાક આતંકી પ્રવૃતિને અંજામ આપવાની તૈયાર કરી રહેલ ભાવનગરના પ્રભુદાસ તળાવમાં આવેલ આફરીન ફ્લેટના 201 નંબરના ફ્લેટમાં છેલ્લા દોઢેક વર્ષથી રહેતા નઇમ રામોડીયા અને રાજકોટ નહેરૂબાગમાં રહેતો બીજો આતંકવાદી તેનો સગોભાઇ વસીમ રામોડીયાને રીમાન્ડ દરમિયાન તપાસ માટે ભાવનગર એસઓજી કચેરીમાં લવાયા હતા. આ આતંકી નઇમ રામોડીયાને પોલીસ સૌપ્રથમ કુંભારવાડામાં આવેલ તે કામ કરતા ખાડા વિસ્તારમાં લઇ ગયા હતા. 

જયાંથી શહેરના ગંગાજળીયા તળાવ પાસે આવેલ રેડીમેડ સ્ટોરની દુકાને ત્યાંથી શિશુવિહાર પાનની દુકાને ત્યાંથી ક્રેસન્ટ વિસ્તારમાં આવેલ સ્થળો સહિતના સ્થળોએ તેને લઇ જવામાં આવ્યો હતો. પોલીસે તમામ સ્થળોએ પંચનામું કર્યુ હતુ તથા કેટલાક વ્યક્તિઓના નિવેદનો નોંધ્યા હતા. આતંકી નઇમ ભાવનગરમાં તેના જે જે મિત્રોની સાથે બેઠક ઉઠક હતી તથા  જેની સાથે ધંધો વેપાર કરતો હતો તેવા વ્યક્તિઓના નિવેદનો લીધા હતા. ઉપરાંત તેના દિવસ દરમિયાનની દિનચર્યામાં જે જે લોકોની સાથે તે અવાર નવાર ફોન પર વાત કરતો તેની પણ પુછપરછ કરાઇ હતી. જેવું  જાણવા મળે છે. 
 
જો કે તપાસ અર્થે આવેલ એટીએસના ડીવાય.એસ.પી. ફળદુ કે એસઓજીના પી.એસ.આઇ. જાડેજાએ તપાસ અંગેની કોઇ માહિતી જાહેર કરવાનું ટાળ્યુ હતુ. પરંતુ શહેરમાં આજે રવિવારના માહોલમાં સોશ્યલ મીડીયા સહિતના માધ્યમો દ્વારા આ બંને આતંકવાદીઓને ભાવનગર લવાયાના સમાચાર મળતા મોટી સંખ્યામાં લોકો જે તે વિસ્તારમાં તેઓને જોવા ભેગા થઇ ગયા હતા અને આક્રોશ વ્યક્ત કરી બંને આતંકી બંધુઓ પર ફીટકારની લાગણી વરસાવતા હતા. મોડીસાંજે એટીએસે પોતાની તમામ તપાસની કાર્યવાહી આટોપી અમદાવાદ પરત જવા નિકળી ગયા હતા.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Two ISIS agent comes to Bhavaganar for Investigation
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended