Home »Saurashtra »Latest News »Bhavnagar City» Today The Sky Will Appear In The Evening Of The Space Station In Bhavnagar

આજે ભાવનગરના ગગનમાં સાંજે દેખા દેશે સ્પેશ સ્ટેશન

Bhaskar News, Bhavnagar | Apr 20, 2017, 04:18 AM IST

  • આજે ભાવનગરના ગગનમાં સાંજે દેખા દેશે સ્પેશ સ્ટેશન,  bhavnagar city news in gujarati
ભાવનગર:ભાવનગરના ગગનમાં તા.20 એપ્રિલને ગુરૂવારે સાંજે 7.12થી 7.16 કલાક સુધી ઇન્ટર નેશનલ સ્પેેસ સ્ટેશન ઉત્તર-પૂર્વ (વાયવ્ય ખૂણા)થી દક્ષિણ-પશ્ચિમ (અગ્નિ ખૂણા) તરફ ગતિ કરતું જોવા મળશે. આ સ્પેસ સ્ટેશનને નિહાળવા અને તેનાથી લોકોને માહિતગાર કરવા કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા  તખ્તેશ્વર મંદિર ખાતે જાહેર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ લાભ ભાવનગરના ખગોળ પ્રેમીઓએ ચૂકવા જેવો નથી.

તખ્તેશ્વર ખાતે જાહેર પરિસંવાદ યોજાશે

આ સ્પેસ સ્ટેશનમાં મૂળ તો અવકાશિય સંશોધન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. વૈજ્ઞાનિકો માટે અવકાશમાં રહેવાની અને દૈનિક ક્રિયાઓ માટેની સુવિધા આ સ્ટેશનમાં છે. ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સે 180 દિવસ આ સ્પેસ સ્ટેશનમાં રહી રેકર્ડ કર્યો છે. 20મી એપ્રિલે નરી આંખે જોવા મળનારા આ ઇન્ટર નેશનલ સ્પેસ સ્ટેશનના નિર્માણ માટે અમેરિકા, રશિયા, જાપાન, યુરોપ અને કેનેડાએ મદદ કરેલી છે. આ સ્પેસ સ્ટેશનની લંબાઇ 239 ફૂટ, પહોળાઇ 356 ફૂટ અને ઉંચાઇ 66 ફૂટની છે. તેનું કુલ વજન 4,50,000 કિલો અને તે કલાકની 27,600 કિલોમીટરની ગતિએ પૃથ્વીની આસપાસ ફરે છે તેમજ 92.65 મિનિટમાં એક ચક્ર પૃથ્વી ફરતું પુરૂ કરે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Today the Sky Will Appear in the Evening of the Space Station in Bhavnagar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended