Home »Saurashtra »Latest News »Bhavnagar City» Swimming Pool Reddy In Bhavnagar, Open In One Month

ભાવનગરમાં અદ્યતન સ્વિમિંગ પુલ તૈયાર, સ્વીમર માટે હશે ખાસ સુવિધા

Bhaskar News, Bhavnagar | Mar 01, 2017, 02:54 AM IST

  • ગ્રાન્ડ ઓડિટોરિયમ, મ્યુઝિક એન્ડ આર્ટ ગેલેરી અને સ્વીમીંગ પુલના કાર્યો પૈકી અદ્યતન સ્વીમીંગ પુલ તૈયાર થઈ ગયો છે.
ભાવનગર: ભાવનગર શહેરના મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ તળેના સરદારનગર ખાતે ચાલી રહેલા ગ્રાન્ડ ઓડિટોરિયમ, મ્યુઝિક એન્ડ આર્ટ ગેલેરી અને સ્વીમીંગ પુલના કાર્યો પૈકી અદ્યતન સ્વિમિંગ પુલ તૈયાર થઈ ગયો છે. જેના ટેસ્ટીંગ દરમિયાન ઓવરવ્યુથી આટલો સુંદર નઝારો જોવા મળ્યો હતો. જેમાં સ્વીમરોને ડાઈવ લગાવવા માટે 8 ડાયીંગ બોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર એસ.જે. ચંદારાણાએ જણાવ્યું કે, 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. હવે ફિનિશીંગ ટચ અપાય છે. માર્ચમાં તેના લોકાર્પણનો કાર્યક્રમ યોજવાની તૈયારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં નિલમબાગ ખાતે મ્યુનિસિપાલિટીનો એક સ્વિમિંગ કાર્યરત છે, ત્યારે હવે પૂર્વના લોકોને પણ સરદારનગર ખાતે લાભ મળવાનું શરૂ થઈ જશે. ઉપરાંત 30 કરોડ રૂા.ના ખર્ચે બની રહેલા આર્ટ ગેલેરી અને ઓડિટોિરયમમાં પણ ત્રીસેક ટકાનું કાર્ય જ બાકી રહ્યું છે. ભાવનગરવાસીઓ ઉનાળામાં ધુબાકા મારવા તૈયાર થઈ જાય. 
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Swimming pool reddy in Bhavnagar, open in one month
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended