Home »Saurashtra »Latest News »Bhavnagar City» Priya Dutt Remember Her Parents Said If Nargis Refuse Marriage Praposal Dad Sunil Dutt Leave Mumbai

પ્રિયા દત્તે વાગોળ્યા સંસ્મરણો, નરગિસે લગ્નની ના પાડી હોત તો સુનિલદત્તે મુંબઈ છોડ્યુ હોત

Bhaskar News, Bhavangar | Apr 11, 2017, 01:48 AM IST

  • મહુવા ખાતે અસ્મિતા પર્વમાં પ્રિયા દત્તે ખાટા-મીઠા સંસ્મરણો વાગોળ્યા હતા
ભાવનગર/મહુવા: બોલિવુડમાં લિજેન્ડ મનાતી જોડીમાં નરગિસે જો સુનિલદત્તને લગ્નની ના પાડી દીધી હોત, તો સુનિલજી હંમેશા માટે મુંબઈ છોડી દેવાના હતા અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને આ કલાકાર મળ્યા ન હોત તેમ આજે તેમની પુત્રી પ્રિયા દત્તે, મહુવા ખાતે અસ્મિતા પર્વમાં ઈન્ટરવ્યુ સેશન દરમિયાન જણાવ્યું હતું.

પ્રિયા દત્તે કહ્યું કે, મેં મમ્મી-પપ્પાની લવસ્ટોરી વિષે એકવાર પૂછ્યું તો તેનો જવાબ આ રીતે મળ્યો હતો. પિતાજીએ પ્રથમવાર પ્રપોઝ કર્યું ત્યારે બીજા બધાની જેમ તેઓ પણ ખૂબ જ ડરેલા હતા. મમ્મીએ કશું બોલ્યા વગર ત્યારે ચાલતી પકડી હતી અને પપ્પા તરત જ લોંગ ડ્રાઈવ ઉપર ચાલ્યા ગયા હતા. અને બધું ખતમ થઈ ગયાનું સમજી મુંબઈ છોડવાનું નક્કી કરી લીધું હતું.

જોકે ત્યારબાદ સદ્દભાગ્યે હા પાડતા તેમના પ્રેમને સફળતા મળી હતી. ફિલ્મ જગત માટે હું તે સંગોષ્ઠિ અંતર્ગત મોરારીબાપુની નિશ્રામાં ચાલી રહેલી બેઠકમાં ટેલિવિઝન ક્ષેત્રના કંવલજીતસિંઘ અને મ્યુઝિક ડાયરેકટર આનંદ રાજ આનંદ સાથે પણ પ્રશ્નોત્તરી થઈ હતી. જાણીતી રેડિયો જોકી મેઘા ઠક્કરે ક્વેશ્યન-આન્સરીંગ સ્ટાઈલમાં સંચાલન કરતાં ત્રણેય સ્ટારના ખાટા-મીઠા સ્મરણોને વાચા અપાવી હતી. બપોર પછીની સંગોષ્ઠીમાં વિનોદ જોષી અને તુષાર શુકલના કાવ્યા સ્વાદ સાથે કલાકારો દ્વારા કાવ્યગાનની પ્રસ્તુતિ થઇ હતી. 
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Priya dutt remember her parents said if nargis refuse marriage praposal dad sunil dutt leave mumbai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended