Home »Saurashtra »Latest News »Bhavnagar City» Made Biodiesel And Polymers In Jetropha

જેટ્રોફામાંથી બાયોડીઝલ ઉપરાંત પોલીમર્સ પણ બનાવી શકાશે

Bhaskar News, Bhavnagar | Mar 02, 2017, 04:48 AM IST

  • જેટ્રોફામાંથી બાયોડીઝલ ઉપરાંત પોલીમર્સ પણ બનાવી શકાશે,  bhavnagar city news in gujarati
ભાવનગર:ભાવનગર સ્થિત સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરિન કેમિકલ્સ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ (સીએસએમસીઆરઆઇ) દ્વારા બાયો ડીઝલ મેળવવા માટે જેટ્રોફાની ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રારંભિક ધોરણે છત્તિસગઢના ખેતરોમાં જેટ્રોફા ઉછેરવામાં આવી રહ્યા છે.

સીએસએમસીઆરઆઇના ડીરેક્ટર અમિત્વ દાસના જણાવ્યા પ્રમાણે જેટ્રોફાના ઉછેર અને તેના વ્યાવસાયિક ઉપયોગ અને આર્થિક રીતે પરવડે તેના માટે અમે જેટ્રોફાના અન્ય વૈકલ્પિક ઉપયોગો માટે પણ વિચારણા કરી રહ્યા છીએ. જેટ્રોફામાંથી બાયો ડીઝલ મેળવવા ઉપરાંત પાવર ઉત્પન્ન કરવા અને તેની બાયપ્રોડક્ટનો ખેતીમાં ઉપયોગ કરવા બાબતે પણ સંશોધનો ચાલુ છે.

સેન્ટ્રલ સોલ્ટ દ્વારા અગાઉ ડિફેન્સ રીસર્ચ અેન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ સાથે જેટ્રોફામાંથી બાયો ડીઝલ મેળવી અને મિલ્ટ્રીના વાહનો ચલાવવા માટે જોડાણ કર્યુ હતુ. બાદમાં વર્ષ 2010માં અમેરિકાની જનરલ મોટર્સ સાથે તેઓની કારમાં ઇંધણ તરીકે બાયો ડીઝલનો ઉપયોગ કરવા માટે જોડાણ કર્યુ હતુ. ભાવનગર નજીક 33 હેક્ટર જમીનમાં જેટ્રોફા અને કલોલ નજીક 20 હેક્ટર જમીન પર જેટ્રોફાનું વાવેતર કરવામાં આવ્યુ હતુ. એક હેક્ટર જમીન પર વાવેતર કરવામાં આવેલા જેટ્રોફામાંથી લગભગ 500 લીટર બાયો ડીઝલ મેળવી શકાય છે.  
 
જેટ્રોફાના ઉછેર પ્રોજેક્ટને આર્થિક રીતે વધુ સક્ષમતા આપવા માટે હવે જેટ્રોફાની ઉપપેદાશનો ઉપયોગ બાયોડીગ્રેડેબલ પોલીમર્સ બનાવવા માટે પણ કરવામાં આવશે.  ભલામણ કરવામાં આવેલા ફર્ટિલાઇઝરના ડોઝના ઉપયોગથી 11થી15 ટકા જેટ્રોફાનો પાક વધુ લઇ શકાય છે. ઉપરાંત તેની પુન: વાવણી કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થઇ શકે છે. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: made biodiesel and polymers in jetropha
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended