Home »Saurashtra »Latest News »Bhavnagar City» Leopards Fear In Talaja Shetrunji River

તળાજા શેત્રુંજી કાંઠા વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી ફફડાટ

Bhaskar News, Talaja | Apr 13, 2017, 03:56 AM IST

તળાજા:  તળાજા મહુવા હાઇવે પર તળાજાથી 10 કી.મી. દુર ગત તા.11/4ના રોજ રાત્રીનાં સમયે શિકારની શોધમાં નીકળેલ પુખ્ત ઉમરનાં દીપડાને રસ્તો ઓળંગતા સમયે કોઇ વાહન ચાલકે અકસ્માત સર્જતા રસ્તા પર જ તેનું મોત થયુ હતુ. આ ઘટનાં બાદ તળાજા વન વિભાગનાં આર.એફ.ઓ. એચ.જે.વાંદાએ ઘટનાં સ્થળે સ્ટાફ સાથે પહોંચી જઇ સ્થિતી સ્થળનું પંચનામુ કરીને પોર્સ્ટમોર્ટમની કાર્યવાહી કરતા દીપડાનું મોત અકસ્માતથી થયાનું તારણ બહાર આવેલ છે.

તળાજા પંથકનો શેત્રુંજી નદીનો કાંઠા વિસ્તાર શેત્રુંજી નહેર તેમજ તળાજાનાં બૃહદગીર જાહેર કરેલ વન વિસ્તારમાં છેલ્લા વર્ષોમાં દીપડા અને સિંહનુ આવાગમન રહ્યા કરે છે જો કે તળાજાનાં ઘણાખરા પાણી અને વરસાદ વાળા વિસ્તારમાં, ડુંગરમાળમાં દીપડાનો વસવાટ હવે કાયમી થઇ ગયો છે. જે રાત્રીના સમયે પોતાનાં આશ્રય સ્થાનથી લાંબુ અંતર કાપીને સીમમાં રઝળતા પશુઓનો શિકાર કરીને નભે છે.

હાલ કાળઝાળ ઉનાળામાં રાની પશુઓનું દિવસનાં સમયે આશ્રય સ્થાનમાંથી બહાર નિકળવાનું ઓછુ બને છે પરંતુ ટાઢો પોર થતા રાત્રીનાં અંધકારમાં સીમ વગડામાં શિકાર કરીને ખોરાક મેળવી લે છે. જે ક્યારેક રસ્તો ઓળંગતા કે વાડી ખેતરનાં કેડા પાસેથી નીકળતા માણસની નજરે ચડી જાય છે. તળાજામાં શેત્રુંજી કાંઠાનાં રોયલ, હબુકવડ, તળાજાની સીમ, ટીમાણા, દાત્રડ, ભેગાળી, ટાઢાવડ આસપાસ નદીનાં કિનારાનાં અવાવરૂ વનસ્પતીનાં આશરે રહી અવારનવાર દેખા દે છે. 

તળાજા બૃહદગીરમાં દીપડા-સિંહોની હાજરી
^તળાજાનાં બૃહદગીર જાહેર કરેલા વન વિસ્તારમાં રાની પશુઓમાં દીપડા અને સિંહનું આવાગમન નોંધાય છે. દીપડાઓ ખાસ કરીને શેત્રુંજી કાંઠા, શેરડીનાં વાઢમાં, કેળનાં ઘેરામાં કે વાડી રેવન્યુ વિસ્તારમાં વસે છે. કુંઢડાની વનવિભાગની વાડીઓમાં તથા મેથળાનાં અનામત જંગલ વિસ્તારમાં સિંહ પરિવાર દેખા દે છે. રેવન્યુ વિસ્તારમાં કોઇ ખાસ રંજાડ નોંધાઇ નથી છતા કોઇ ને દેખા દે તો તરત જ વનવિભાગને જાણ કરી સહકાર આપવા વિનંતી છે. > એચ.જે.વાંદા, આર.એફ.ઓ. વનવિભાગ-તળાજા
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Leopards fear in talaja shetrunji river
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended