Home »Saurashtra »Latest News »Bhavnagar City» ISIS Agent Arrest In Bhavnagar, 173 Files Meet

ભાવનગરમાંથી ISISનો એજન્ટ ઝડપાતા સનસનાટી, 173 ફાઈલો મળી

Bhaskar News, Bhavnagar | Feb 27, 2017, 03:44 AM IST

  • ભાવનગરમાંથી આઇએસઆઇએસના એજન્ટને ગુજરાત એટીએસ ગ્રૃપે વહેલી સવારે ઝડપી લીધો હતો
ભાવનગર:  ગુજરાતના સુરેન્દ્રનગર લીમડી પાસે આવેલ પ્રખ્યાત ચોટીલા મંદિરને ઉડાવી દેવાના મનસુબા સાથે છેલ્લા દોઢ વર્ષથી ભાવનગર ખાતે રહેતા ભાવનગરમાંથી આઇએસઆઇએસના એજન્ટને ગુજરાત એટીએસ ગ્રૃપે વહેલી સવારે ઝડપી લીધો હતો. આ એજન્ટના સગ્ગાભાઇને પણ એટીએસ ગૃપે રાજકોટથી ઝડપી લીધો હતો.બન્ને પાસેથી લેપટોપ, મોબાઇલ ઉપરાંત ગન પાઉડર સહીતની સામગ્રી પણ એટીએસએ કબ્જે કરી હતી. જોકે આ ઓપેરશન અંગે ભાવનગર પોલીસ સાવ અજાણ રહી હતી. છેક મોડી બપોરે સોસીયલ મીડીયામાં પકડાયેલા એજન્ટોના ફોટા અને વિગતો ફરતી થયા બાદ અને ભાવનગરમાં ઓપરેશન સ્થળે લોકોના ટોળા એકઠા થતા પોલીસ હરકતમાં આવેલ અને પોલીસના ધાડેધાડા શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ઉતરી પડયા હતા.
 
બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ ચોક વિસ્તારમાં આવેલ આફરીન ફલેટ નંબર 201માં ગુજરાત એટીએસના ડીવાયએસપી અને અગાઉ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં પીઆઇ તરીકે ફરજ બજાવી ચૂકેલા બળવંતસિંહ ચાવડા તથા સ્ટાફે આજે વહેલી સવારે ત્રાટકી ફલેટમાં સુતેલા આઇએસઆઇએસના એજન્ટ નઈમ આરીફભાઇ રામોડીયાને ઝડપી લીધો હતો. એજન્ટ પાસેથી એટીએસએ લેપટોપ અને બે મોબાઇલ ઉપરાંત ગન પાઉડર સહીતની કેટલીક શંકાસ્પદ ચીજ-વસ્તુઓ કબ્જે લીધી હોવાનું જાણવા મળેલ છે.

આ જ પ્રકારે આજે વહેલી સવારે ઉપરોકત એજન્ટ નઈમના સગ્ગાભાઇ વસીમને પણ એટીએસની ટીમે રાજકોટના નહેરૂનગર ખાતેથી ઝડપી લીધો હતો. તેની પાસેથી પણ કેટલીક શંકાસ્પદ વસ્તુઓ કબ્જે લેવાય હોવાનું જાણવા મળેલ છે. પકડાયેલા બન્ને આઇએસઆઇએસના એજન્ટના પિતા આરીફભાઇ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે ફરજ બજાવતા હતા. અને ગત વર્ષે જ તેઓ નિવૃત્ત થયા હોવાનું તેમજ હાલમાં તેઓ સૌરાષ્ટ્રના જાણીતા ક્રિકેટ અમ્પાયર હોવાનું જાણવા મળેલ છે.

ભાવનગરમાંથી પકડાયેલ આઇએસઆઇએસનો એજન્ટ નહીમ ઉપરોકત ફલેટમાં છેલ્લા દોઢ વર્ષથી રહેતો હોવાનું જાણવા મળેલ છે. અને તે ફલેટ તેણે રૂ.15 લાખમાં અને આ જ બિલ્ડીંગમા અન્ય ફલેટ પણ તેણે રૂ.15 લાખમાં ખરીદયો હોવાનું જાણવા મળેલ છે. જો કે તે એક જ ફલેટનો ઉપયોગ કરતો હતો.અને અહીં તે તેની પત્ની સાથે રહેતો હતો. એજન્ટ નહિમ પલ્સર મોટર સાયકલ નં. જી.જે.4.એ.જી. 4001 પણ તેના ફલેટની નીચે પાર્કીગમાંથી મળી આવ્યું હતુ.
 
આ શખ્સ વારંવાર ધંધા બદલતો રહેતો હોવાનું પણ જાણવા મળેલ છે. અને છેલ્લે તેણે ભાવનગર શહેરના દિવાનપરા રોડ ઉપર કપડાની દૂકાન શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતુ. જો કે આ બાબતે આફરીન ફલેટના રહેવાસીઓએ ઓપરેશન બાદ પોતાના મોઢા બંધ કરી દીધા હતા. અને કોઇ પણ જાતની નાહિન વિશે કે તેની ઓળખ વિશે અજાણ હોવાનું જણાવ્યું હતુ.

ઘટનાની જાણ થતા બનાવ સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા
ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલ આફરીન ફલેટ નંબર 201માંથી ગુજરાત એટીએસની ટીમે આજે વહેલી સવારે ત્રાટકી આઇએસઆઇએસના એજન્ટ નઈમને ઝડપી લીધાની સોશ્યલ મીડીયા દ્વારા લોકોને જેમ જેમ જાણ થવા લાગી તેમ તેમ પ્રભુદાસ તળાવ ચોકમાં લોકોના ટોળા એકઠા થવા લાગ્યા હતા.અને કુતુહલવશ શું થયું તે અંગે અંદરોઅંદર કાનાફૂસી કરવા લાગ્યા હતા.લોકોના ટોળા એકઠા થયાની પોલીસને જાણ થતા કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસના ધાડેધાડા બનાવસ્થળે પહોંચી ગયા હતા અને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

નઈમને પકડવા ગયેલી પોલીસ અન્ય ફ્લેટમાં પહોંચી ગઈ...!
ગુજરાતની એટીએસ ટીમ આઇએસઆઇએસના એજન્ટને ભાવનગરમાં પકડવા આવી તેને નામમાં અસમજણ થતા તેઓ આફરીન ફલેટ નંબર 201ના બદલે 301માં પહોંચી ગયા હતા. અને નહિમના બદલે તેઓએ 301માંથી રહીમભાઇને ઉપાડ્યા હતા. જેઓને પહેલાજ પેરેલીસીસનો હુમલો આવી ચૂકયો હતો. અને પુરૂ બોલી પણ શકતા ન હતા.ભારે સમજાવટ બાદ તેઓ ભૂલ સમજયા હતા. અને નઈમને 201 નંબરના ફલેટમાંથી દબોચ્યો હતો.

નઈમ કાઉન્ટર સ્ટ્રાઇક ગેમનો શોખીન હતો
ભાવનગર શહેરમાંથી ઝડપાયેલા એજન્ટ નઈમને કાઉન્ટર સ્ટ્રાઇક ગેમ રમવાનો ભારે શોખ હતો. અને તે દરરોજ સંસ્કાર મંડળ ખાતે આવેલ એક ગેમ ઝોનમાં આ ગેમ રમવા માટે જતો હતો.આ શખ્સનું સાસરૂ પણ ભાવનગમાં જ હોવાનુ જાણવા મળેલ છે. આ ઉપરાંત નઈમ કમ્પ્યૂટરનો પણ પુરેપુરો નિષ્ણાંત છે.

173 ફાઈલો મળી
વસીમ-નઈમ ISISના આતંકવાદી મુફતી અબુશમી કાસમીના સંપર્કમાં હતા. વસીમ અને નઈમે તેની સાથે ફોન ઉપર તેમજ વોટસએપ કોલીંગથી વાતો કરી હતી. મુફતી અને વસીમ વચ્ચેની વાતચીતની 173 ફાઈલો વસીમના મોબાઈલમાંથી મળી છે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ISIS agent arrest in Bhavnagar, 173 files meet
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended