Home »Saurashtra »Latest News »Bhavnagar City» Iscon Himvijay Staylions Team Win In Gujarat Polo Cup

ગુજરાત પોલો કપ: ભારે રોમાંચકતા બાદ ઇસ્કોન હિમવિજય સ્ટેલાયન્સ ટીમ ચેમ્પિયન

Naran Baraiya, Bhavangar | Apr 29, 2017, 11:12 AM IST

ભાવનગર:  ભાવનગરના આંગણે રમાઇ રહેલી ગુજરાત પોલો કપના અંતિમ દિવસ રવિવારે રોમાંચકતા વચ્ચે ફાઇનલ મેચ ખેલાઇ ગઇ જેમાં ભારે રસાકસીભરી મેચમાં ઇસ્કોન હિમ વિજય સ્ટેલાઇન્સ અને આઇપીસીએલ ઇમોર્ટલ ટીમ વચ્ચે મુકાબલો ખેલાયો જેમાં 9 વિરૂદ્ધ 7થી ઇસ્કોન સ્ટેલાયન્સ ટીમે સમગ્ર ગુજરાત પોલો ચેમ્પિયનશીપ જીતી લીધી હતી. જ્યારે સેકન્ડ રનર્સ અપ માટે ખેલાયેલા મુકાબલામાં તૃતિય ક્રમે વિજેતાપદ લીલા રોયલ્સની ટીમને પરાજિત કરીને રેપિક્યોર કાર્યસીલ કાઉબોયે મેળવ્યું હતુ.

અત્રેના જવાહર મેદાન ખાતે ગુજરાત પોલો કપમાં દર્શકોનું મનોરંજન કરવા આવી પહોંચેલા બોલીવૂડના કલાકાર અને ગાયિકાએ ભરપૂર મનોરંજન કર્યુ હતુ. જવાહર મેદાન ખાતે આજે રવિવાર અને ટૂર્નામેન્ટનો અંતિમ દિવસ હોય બહોળી સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉમટી પડ્યા હતા અને મેચ શરૂ થાય તે પૂર્વે ખ્યાતનામ ગાયિકા શેફાલી અલ્વારીસ અને એક્ટ્રેસ ક્રિતી સેનોને ગીતોના ગાન અને નૃત્યોથી પ્રેક્ષકોને ડોલાવ્યા હતા. ખાસ કરીને બોલવૂડ સ્ટાર સૈફ અલી ખાને ખુલ્લી જીપમાં અને સાથે સુપર બાઇક સવારોને સાથે રાખી 10 હજાર જેટલા પ્રેક્ષકોનું મનોરંજન કર્યુ હતુ. જે પોલોની મેચ માટે એક વિક્રમ છે.

ચેમ્પિયન પોલો લીગના સ્થાપક ચિરાગ પારેખ દ્વારા આ આયોજન કરાયું હતુ અને ત્રણેય દિવસ બોલવૂડના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. પોલોની ફાઇનલ મેચની સાથે એક્ઝિબિશન મેચ ખેલાઇ હતી જેમાં ચિરાગ પારેખ, પોલોની પારેખ ઉપરાંત બશીર અલી, જયવિરરાજસિંહજી, રોહન સંદેશા, સાનિયા સુહાગ, એશ્લી પારેખ, શ્યામ મહેતા, સિમરનસિંઘ શેરગીલ વિ. જોડાયા હતા. 
 
વધુ  તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Saurashtra Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Iscon Himvijay staylions team win in Gujarat Polo Cup
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended